મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે સુપરસ્ટાર એનટીઆર જુનિયરને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા
11 દેશમાં 320થી વધુ શોરૂમ સાથે વૈશ્વિક સ્તરે 6ઠ્ઠી સૌથી વિશાળ જ્વેલરી રિટેઈલર મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ દ્વારા તેના નવીનતમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એનટીઆર જુનિયર તરીકે પણ ઓળખાતા સુપરસ્ટાર નંદમુરી તારક રામા રાવને સાઈન કરાયો છે. એનટીઆર જુનિયર મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની આગામી કન્ઝ્યુમર કેમ્પેઈનમાં જોવા મળશે.
11 દેશમાં 320થી વધુ શોરૂમ સાથે વૈશ્વિક સ્તરે 6ઠ્ઠી સૌથી વિશાળ જ્વેલરી રિટેઈલર મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ દ્વારા તેના નવીનતમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એનટીઆર જુનિયર તરીકે પણ ઓળખાતા સુપરસ્ટાર નંદમુરી તારક રામા રાવને સાઈન કરાયો છે. એનટીઆર જુનિયર મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની આગામી કન્ઝ્યુમર કેમ્પેઈનમાં જોવા મળશે. ઉત્તમ અભિનેતા અને વૈશ્વિક ધ્યાન ખેંચવા સાથેનો ભારતવ્યાપી સુપરસ્ટાર એનટીઆર જુનિયર સમૂહનાં મુખ્ય મૂલ્યો, એટલે કે, વિશ્વાસ, પારદર્શકતા અને ઉત્કૃષ્ટતાને તેની બેજોડ અને ઉત્તમ વ્યક્તિત્વ સાથે પ્રદર્શિત કરે છે.
એનટીઆરને જોડવા સાથે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડની 30મી એનિવર્સરી વધુ ઝાકઝમાળભરી બની છે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણા પ્રદેશ તેમ જ ભારત અને દુનિયાભરમાં ગ્રાહકો સાથે મજબૂત જોડાણ ધરાવતા અને તેનું ગ્રાહક મૂળ વધુ વિસ્તારવાના ગ્રુપના લક્ષ્ય સાથે સુપરસ્ટારને જોડવામાં આવ્યો છે.
“આ સહયોગ વિશે બોલતાં એનટીઆર જુનિયર કહે છે, “મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ સાથે ફરી એક વાર સંકળાવાની ખુશી છે. સૌથી વિશ્વસનીય જ્વેલરી બ્રાન્ડ્સમાંથી એક તરીકે તેઓ વૈશ્વિક મંચ પર સક્રિય રીતે ભારતીય ડિઝાઈનો, કળા અને સંસ્કૃતિને દર્શાવે છે. તેમનાં ગ્રાહકલક્ષી વચનો અને ઈએસજી પહેલોએ ઉદ્યોગમાં તેમની આગેવાની સ્થાપિત કરી છે. હું જે મુલ્યોમા વિશ્વાસ કરુ છું અને બ્રાન્ડનો અર્થ શું છે તે વચ્ચે મહાન સમન્વય જોઉ છું.
એનટીઆર જુનિયર સાથે સહયોગ વિશે બોલતાં મલાબાર ગ્રુપના ચેરમેન પી અહમ્મદે જણાવ્યું હતું કે, “અમને મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ પરિવારમાં એનટીઆર જુનિયરનું સ્વાગત કરવાની ખુશી છે. એનટીઆર જુનિયર વિવિધ પ્રદેશોમાં ભારતમાં વ્યાપક રીતે વહાલા મુવીસ્ટારમાંથી એક તરીકે ઊભરી આવ્યો છે. તેની અદભુત ફિલ્મોગ્રાફી અભિનયની કળામાં તેના વર્ચસને અધોરેખિત કરે છે. તે ઉત્કૃષ્ટતાની પાર અભિનેતા છે અને તેનું આકર્ષક વ્યક્તિત્વ અમારા બ્રાન્ડને વધુ ઊંચાઈએ લઈ જશે. એનટીઆર જુનિયર સાથે ભૂતકાળમાં પણ અમારું અદભુત જોડાણ રહ્યું છે અને આ સંબંધો ફરીથી જોડાતાં નં. 1 વૈશ્વિક સ્તરે જ્વેલરી રિટેઈલર બનવાની અમારી મહત્ત્વાકાંક્ષામાં વૈશ્વિક સ્તરે બ્રાન્ડના સ્વીકારને વધારવામાં મદદરૂપ થશે. અમે આ વર્ષે અમારી 30મી એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમારા મૂલ્યવાન ગ્રાહકોને પારદર્શકતામાં ઉત્કૃષ્ટતા પ્રદાન કરવાની, વિશ્વ કક્ષાના જ્વેલરી ખરીદી અનુભવ સાથે જ્વેલરીમાં વરાઈટી અને હસ્તકળા કારીગરી પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર આપવા માગીએ છીએ.”
મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ ભારત, યુકે, યુએઈ, કેએસએ, કતાર, બહેરિન, ઓમાન, કુવૈત,મલેશિયા, સિંગાપોર અને યુએસમાં વ્યાપક રિટેઈલ નેટવર્ક ધરાવે છે. ગ્રુપ યુકે, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, કેનેડા, ઈજિપ્ત, બંગલાદેશ, ટર્કી અને ન્યૂ ઝીલેન્ડ તેમ જ ભારતનાં મુખ્ય શહેરો જેવી નવી બજારમાં પ્રવેશ કરવા માગે છે.
મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ મલાબાર પ્રોમિસ તરીકે જ્ઞાત સુવિધા અને ગ્રાહક અનુકૂળ નીતિઓ સાથે ઉત્તમ જ્વેલરી શોપિંગ અનુભવ પૂરો પાડવા માટે ઓળખાય છે. બેજોડ ગુણવત્તા, પારદર્શકતા અને સેવા બાંયધરીનું ગ્રાહકોને વચન આપે છે. ગોલ્ડ, ડાયમંડ અને અમૂલ્ય રત્નોમાં 12થી વધુ ખાસ સબ-બ્રાન્ડ્સ સાથે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંસ 20 દેશમાંથી તૈયાર કરાયેલી ડિઝાઈનો પ્રસ્તુત કરીને તેમની વ્યાપક, બહુસંસ્કૃતિ ગ્રાહક મૂળની વૈવિધ્યપૂર્ણ રુચિઓ અને અગ્રતાઓને પહોંચી વળે છે.
મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની સ્થાપના 1993માં કરવામાં આવી હતી અને અગ્રણી ડાઈવર્સિફાઈડ ભારતીય વેપાર સમૂહ મલાબાર ગ્રુપની ફ્લેગશિપ કંપની છે. 5.2 અબજ ડોલરના વાર્ષિક ટર્નઓવર સાથે કંપની હાલમાં વૈશ્વિક સ્તરે 6ઠ્ઠી વિશાળ જ્વેલરી રિટેઈલર છે અને આજે ભારત, યુકે, મિડલ ઈસ્ટ, ફાર ઈસ્ટ અને યુએસએમાં ઘણી બધી ઓફિસો, ડિઝાઈન સેન્ટરો, હોલસેલ યુનિટ્સ અને ફેક્ટરીઓ ઉપરાંત 11 દેશમાં ફેલાયેલાં 320 આઉટલેટ્સનું મજબૂત રિટેઈલ નેટવર્ક ધરાવે છે. ગ્રુપ 4000થી વધુ શેરહોલ્ડરો ધરાવે છે. 26 દેશના 18,500થી વધુ વ્યાવસાયિકો તેની એકધારી સફળતા માટે કામ કરે છે. મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ઓનલાઈન સ્ટોર www.malabargoldanddiamonds.com પણ ધરાવે છે, જે ગ્રાહકોને ઘેરબેઠા કોઈ પણ સમયે કોઈ પણ દિવસે આરામથી તેમની મનગમતી જ્વેલરી ખરીદી કરવાની તક આપે છે.
ઈએસજી (એન્વાયર્નમેન્ટ, સોશિયલ અને ગવર્નન્સ) આરંભથી જ ગ્રુપની મુખ્ય કટિબદ્ધતા રહી છે. મલાબાર ગ્રુપનાં મુખ્ય ઈએસજી કેન્દ્રિત ક્ષેત્રમાં સ્વાસ્થ્ય, ગૃહનિર્માણ, ભૂખમુક્ત દુનિયા, શિક્ષણ, પર્યાવરણ અને મહિલા સશક્તિકરણનો સમાવેશ થાય છે. તેના મુખ્ય વેપારમાં જવાબદારી અને સક્ષમતાના સિદ્ધાંતોને જોડીને મલાબાર ગ્રુપ સમયાંતરે સામાજિક રીતે સતર્ક અને જવાબદાર સંસ્થા રહીને તેનાં ઈએસજી લક્ષ્યોને મજબૂત બનાવે છે. ગ્રુપ તેના નફામાં 5 ટકા યોગદાન આપે છે.
હમ આયે હૈં: ગણપત તવ બ્રાન્ડ મિસ્ટ્રી બ્રાન્ડ સાથેના શબ્દોના યુદ્ધમાં દંગ રહી ગઈ. 'હમ આયે હૈં' ની સંવેદનામાં મસાલો ઉમેરવા માટે, તેઓ શબ્દોના યુદ્ધમાં જોડાતા ગણપત તવ બ્રાન્ડને દંગ કરે છે.
સર્વોના બ્રાન્ડ એમ્બેસેડર અને લોકપ્રિય ભારતીય ફિલ્મ અભિનેતા જ્હોન અબ્રાહમે નવી દિલ્હીમાં આયોજિત એક સમારંભમાં મોટરસાઇકલ માટેનું સંપૂર્ણપણે સિન્થેટિક 4ટી એન્જિન ઓઇલ SERVO હાઇપરસ્પોર્ટ F5 લોન્ચ કર્યું હતું. આ ઉપરાંત એક ઇનોવેટિવ પ્રીમિયમ ગ્રીસ સર્વોગ્રીસ મિરેકલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.