મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે વૈશ્વિક સ્તરે શોરૂમની સંખ્યા વધારીને 333 કરી
વિશ્વભરમાં અગ્રણી ગોલ્ડ જ્વેલરી રિટેઇલર મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે દિલ્હીના રાજોરી ગાર્ડન, હરિયાણાના અંબાલા, ગુજરાતના ભાવનગર અને મધ્ય પ્રદેશના જબલપુરમાં એકસાથે ચાર શોરૂમ લોંચ કરીને વિશ્વભરમાં તેના શોરૂમની સંખ્યા વધારીને 333 કરી છે.
વિશ્વભરમાં અગ્રણી ગોલ્ડ જ્વેલરી રિટેઇલર મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે દિલ્હીના રાજોરી ગાર્ડન, હરિયાણાના અંબાલા, ગુજરાતના ભાવનગર અને મધ્ય પ્રદેશના જબલપુરમાં એકસાથે ચાર શોરૂમ લોંચ કરીને વિશ્વભરમાં તેના શોરૂમની સંખ્યા વધારીને 333 કરી છે.મલાબાર ગ્રૂપના ચેરમેન એમ.પી. અહમદે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના ઇન્ડિયા ઓપરેશન્સના મેનેજિંગ ડાયરેક્ટર આશેર ઓ, મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના ઇન્ટરનેશનલ ઓપરેશન્સના મેનેજિંગ ડાયરેક્ટર શામલાલ અહેમદ, મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના ગ્રૂપ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એ.કે. નિશાદ, મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના રિટેઇલ ઓપરેશન્સ હેડ પી.કે. સિરાજ સહિત બીજા ડાયરેક્ટર્સ અને ટોચની મેનેજમેન્ટ ટીમની ઉપસ્થિતિ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી શોરૂમના ઉદ્ઘાટન કર્યાં હતાં.
તાજેતરમાં ભારતમાં રિટેઇલ વિસ્તરણ કર્યાં બાદ મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ હવે દિલ્હીમાં 11, હરિયાણામાં 5, ગુજરાતમાં 7 અને મધ્ય પ્રદેશમાં 4 શોરૂમ ધરાવે છે. મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ નાણાકીય વર્ષ 2024 સુધીમાં વૈશ્વિક સ્તરે શોરૂમની સંખ્યા વધારીને 365 કરવા માગે છે. તે 11 દેશોમાં રિટેઇલ ઉપસ્થિતિ ધરાવે છે. ગ્રૂપ યુરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશમાં શોરૂમ ખોલવાની પ્રક્રિયામાં છે.
મલાબાર ગ્રૂપના ચેરમેન એમ.પી. અહમદે એકસાથે ચાર શોરૂમના ઉદ્ઘાટન વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે અમારા શોરૂમની સંખ્યા વધારીને 333 કરવી અમારા માટે ગર્વ અને આનંદની વાત છે. અમારી વૈવિધ્યસભર ડિઝાઇન ગ્રાહકોની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે તથા ગુણવત્તા, પારદર્શિતા અને બેજોડ ગ્રાહક સેવાઓ ઓફર કરવાની અમારી કટીબદ્ધતા અમને ભારત અને વિદેશમાં જ્વેલરીની ખરીદી માટે પસંદગીના જ્વેલર બનાવે છે. અમારી 30મી વર્ષગાંઠના ભાગરૂપે અમે વધુને વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે અમારી ઉપસ્થિતિ વિસ્તારી રહ્યાં છીએ. અમે અમારા મૂલ્યવાન ગ્રાહકો, રોકાણકારો અને અમારા કર્મચારીઓના સતત સહયોગ અને પ્રોત્સાહન માટે આભારી છીએ.
આ વેબિનારનો ઉદ્દેશ્ય હિતધારકોને કેન્દ્રિત ચર્ચામાં જોડવાનો અને બજેટ 2025 ની જાહેરાતોના અસરકારક અમલીકરણ માટે વ્યૂહરચના ઘડવાનો છે.
આજે શુક્રવારે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ ૧૪૧૪ પોઈન્ટ ઘટીને બંધ થયો અને નિફ્ટી-૫૦ ૪૨૦ પોઈન્ટ ઘટીને બંધ થયો.
ડિમાન્ડ નોટિસમાં જણાવાયું છે કે માંગની નાણાકીય અસર GST (રૂ. 242.23 કરોડ), વ્યાજ (રૂ. 213.43 કરોડ) અને દંડ (રૂ. 24.22 કરોડ) જેટલી છે.