મલાબાર ગ્રૂપે 21,000 વિદ્યાર્થીનીઓ માટે સ્કોલર્શિપની જાહેરાત કરી
મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની પેરેન્ટ કંપની તથા દેશના અગ્રણી કારોબારી સમૂહ મલાબાર ગ્રૂપે બીકેસી, મુંબઇના ભારત ડાયમંડ બોર્સમાં આયોજિત એક કાર્યક્રમમાં વર્ષ 2024 માટે નેશનલ સ્કોલર્શિપ પ્રોગ્રામની જાહેરાત કરી છે.
મુંબઇ, 27 સપ્ટેમ્બર, 2024: મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની પેરેન્ટ કંપની તથા દેશના અગ્રણી કારોબારી સમૂહ મલાબાર ગ્રૂપે
બીકેસી, મુંબઇના ભારત ડાયમંડ બોર્સમાં આયોજિત એક કાર્યક્રમમાં વર્ષ 2024 માટે નેશનલ સ્કોલર્શિપ પ્રોગ્રામની જાહેરાત કરી છે.
આ જાહેરત સમૂહની પ્રમુખ સીએસઆર પહેલ મલાબાર નેશનલ સ્કોલર્શિપ પ્રોગ્રામ માટે ખૂબજ મહત્વપૂર્ણ છે, જે કન્યાઓના
શિક્ષણને સપોર્ટ કરવા માટે સમૂહની કટીબદ્ધતા દર્શાવે છે.
કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલે કાર્યક્રમનું ઉદઘાટન
કર્યું હતું. આ કાર્યક્રમમાં મલાબાર ગ્રૂપના ચેરમેન એમપી અહમદ, મલાબાર ગ્રૂપના એમડી (ઇન્ડિયા ઓપરેશન્સ) અશેર ઓ, મલાબાર
ગ્રૂપના વાઇસ ચેરમેન અબ્દુલ સલામ કે પી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સ્કોલર્શિપ પ્રોગ્રામ અંતર્ગત આ વર્ષે ભારતની 21,000
કન્યાઓના શિક્ષણને સપોર્ટ કરવા માટે રૂ. 16 કરોડની ફાળવણી કરાઇ છે.
આ પહેલ વિશે મલાબાર ગ્રૂપના ચેરમેન એમપી અહમદે જણાવ્યું હતું કે, શિક્ષણ વિશ્વમાં પરિવર્તન લાવવાનું સૌથી શક્તિશાળી
માધ્યમ છે. અમારો સ્કોલર્શિપ પ્રોગ્રામ મલાબાર ગ્રૂપના મૂલ્યોને સ્પષ્ટ રીતે દર્શાવે છે કે શિક્ષણ નવી તકોના દ્વાર ખોલે છે તથા
લોકોના જીવનમાં પરિવર્તન લાવે છે. અમે છોકરીઓ સમક્ષના પડકારોને દૂર કરવા માટે કટીબદ્ધ છીએ, જેથી તેઓ પોતાની શૈક્ષણિક
આકાંક્ષાઓને પૂર્ણ કરી શકે અને સમાજ માટે સાર્થક યોગદાન આપી શકે.
"પહલગામ આતંકી હુમલા પર બોલિવૂડ સિંગર સલીમ મર્ચન્ટનું નિવેદન વાયરલ. ઇસ્લામ હિંસા નથી શીખવતું, પીડિતો માટે દુઆ. કાશ્મીર સમાચાર અને તાજા અપડેટ્સ જાણો."
"ઐશ્વર્યા રાયને મળેલા એક SMS એ તેનું જીવન બદલી નાખ્યું! જોધા અકબરની ભૂમિકા અને ફિલ્મની સફળતા પાછળનું રહસ્ય જાણો. એ SMS માં શું હતું? હવે વાંચો!"
સની દેઓલની 5 હિટ ફિલ્મો, જેમાં ઘાયલ, દામિની, ઝિદ્દી, ડેડલી અને બેતાબનો સમાવેશ થાય છે, સાઉથ ઈન્ડસ્ટ્રીમાં રીમેક થઈ. જાણો આ ફિલ્મોની સફળતા અને રીમેકની વિગતો!