મલાબાર ગ્રૂપે નિરાધાર મહિલાઓ માટે ગ્રાન્ડમા હોમ શરૂ કર્યું
વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ભારતીય કારોબારી સમૂહ મલાબાર ગ્રૂપે નિરાધાર મહિલાઓ માટે કર્ણાટકના બેંગ્લોરમાં ‘ગ્રાન્ડમા’ હોમનો પ્રારંભ કર્યો છે. ભારતના બીજા પ્રદેશોમાં પણ ટૂંક સમયમાં નિરાધાર મહિલાઓ માટે આ પ્રકારના હોમ શરૂ કરવાની યોજના છે.
વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ભારતીય કારોબારી સમૂહ મલાબાર ગ્રૂપે નિરાધાર મહિલાઓ માટે કર્ણાટકના બેંગ્લોરમાં ‘ગ્રાન્ડમા’ હોમનો પ્રારંભ કર્યો છે. ભારતના બીજા પ્રદેશોમાં પણ ટૂંક સમયમાં નિરાધાર મહિલાઓ માટે આ પ્રકારના હોમ શરૂ કરવાની યોજના છે.
ગ્રાન્ડમા હોમ મલાબાર ગ્રૂપની સીએસઆર પાંખ મલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ સપોર્ટેડ છે તથા થાનાલ જેવા બિનસરકારી સંગઠનો દ્વારા સંચાલિત છે. ગ્રાન્ડમા હોમમાં રહેતી મહિલાઓને વિનામૂલ્યે આશ્રય, ભોજન, તબીબી સહાયતા તથા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની દેખભાળની સુવિધા મળે છે.
આ હોમ ત્રણ માળની ઇમારતમાં 14,780 ચોરસફૂટ ક્ષેત્રમાં બન્યું છે, જેમાં 104 મહિલાઓને આરામદાયક, સુરક્ષિત અસ્વચ્છ વાતાવરણ પ્રદાન કરવાની ક્ષમતા છે. આ ઘર વૃદ્ધ મહિલાઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈયાર કરાયું છે, જે તેમની જીવન ગુણવત્તામાં વધારો કરવા માટે ઘણી સુવિધાઓ અને સેવા પૂરી પાડે છે. વૃદ્ધ મહિલાઓની દેખભાળમાં નિપૂંણતા ધરાવતા પ્રશિક્ષિત સામાજિક કાર્યકર્તાઓની સાથે મળીને એક સમર્પિત મેડિકલ ટીમને ઘરમાં 24 કલાક તૈનાત કરાઇ છે. ઘરના ગ્રાન્ડ ફ્લોર ઉપર એક ડાયાલિસિસ સેન્ટર, ક્લિનિક અને ફાર્મસી છે. ઘરમાં સ્વચ્છ અને સ્વસ્થ ભોજન તૈયાર કરવા માટે એક સુસજ્જ કિચન પણ છે.
મલાબાર ગ્રૂપના ચેરમેન એમપી અહમદે આ પ્રસંગે કહ્યું હતું કે, મલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ એવાં વ્યક્તિઓ અને સમુદાયોને સપોર્ટ કરવા સતત પ્રયત્નશીલ રહ્યું છે કે જેઓ નિરાધાર છે અને સન્માનથી જીવન જીવવમા ટે જેમની પાસે મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. અમે જે સમાજમાં રહીએ છીએ તેને પરત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
ગ્રાન્ડમા હોમનું નિર્માણ આપણા સમાજના વંચિત વર્ગના લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાના વિઝનનો હિસ્સો છે. અમે ગ્રાન્ડમા હોમ બનાવવા માટે શક્ય તમામ સહાયતા પ્રદાન કરવા માટે બેંગ્લોરના અધિકારીઓના આભારી છીએ. અમને વિશ્વાસ છે કે આ ઘર દરેક જરૂરિયાતમંદ મહિલાઓને આરામ અને ખુશી પ્રદાન કરશે.
આ પહેલાં લોકોને સુરક્ષિત આશ્રય પ્રદાન કરવું મલાબાર ગ્રૂપના મિશનનો હિસ્સો રહ્યું છે, જેથી તેઓ સ્થિરતા હાંસલ કરી શકે, તેમના જીવનનું પુનઃનિર્માણ કરી શકે તથા તેમના જીવનમાં આશાનો સંચાર થઇ શકે. આ મહિલાઓને સશક્ત કરવા તથા સમાજના નિરાધાર લોકોના ઉત્થાન માટે સમૂહની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર (23 ફેબ્રુઆરી) થી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની ત્રણ દિવસની મુલાકાત લેશે. આ સમય દરમિયાન તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ કરશે.
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દેશની પ્રતિષ્ઠિત એર ઈન્ડિયા કંપનીના ગેરવહીવટ પર ગુસ્સો વ્યક્ત કર્યો. તેણે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ શેર કર્યું.