માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પોર્ટલને ગાંધીનગર ખાતેથી લાઈવ કરાયું
વર્ષ ૨૦૨૫-૨૬ માટે https://e-kutir.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરવાથી મળશે યોજનાનો લાભ.
આજે ગાંધીનગર ખાતે કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે તેમજ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં ‘માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પોર્ટલ' લાઈવ કરવામાં આવ્યુ. વર્ષ ૨૦૨૫-૨૬ માટે કમિશનરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા લાઈવ કરવામાં આવેલ આ ઓનલાઈન પોર્ટલ થકી રાજ્યના નાગરિકોને વધુ સારી અને ઝડપી સેવાઓ ઘરે બેઠા મળી રહેશે.
રાજ્યના નાના કારીગરો અને આર્થિક રીતે પછાત વર્ગની વ્યક્તિઓ માટે સાધન-ઓજાર ખરીદવા માટે ઈ-વાઉચર આપતી માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટે https://e-kutir.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરી શકાશે. આ અરજીઓની જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચકાસણી કર્યા પછી, પારદર્શી ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા પસંદ થયેલા લાભાર્થીઓને ટૂલકીટ ખરીદવા માટે ઈ-વાઉચર આપવામાં આવશે. આ ઈ-વાઉચર પ્રાપ્ત થયા પછી લાભાર્થી તેનો ઉપયોગ કરીને પોતાની પસંદગી મુજબ ટૂલકીટ ખરીદી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૮ થી ૬૦ વર્ષની વયના અને જેમના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ સુધીની હોય તેવા તમામ લોકોને ૧૦ પ્રકારની પ્રવૃત્તિઓ માટે સાધન-ઓજારની ટૂલકીટ ખરીદવા માટે ઇ-વાઉચર આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ પૈકીના અતિ પછાત વર્ગની ૧૨ જાતિઓ માટે તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પૈકી અતિ પછાત તેમજ વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહી.
આ પ્રસંગે કુટિર અને ગ્રામોદ્યોગ સચિવ-કમિશનર શ્રી આદ્રા અગ્રવાલ, અધિક કમિશનર શ્રી એચ.બી.પટેલ, નાયબ સચિવ કુ. યોગિના જે. પટેલ, સંયુક્ત કમિશનર શ્રી એ.એમ.પંચાલ, નાયબ કમિશનરશ્રી કુ.પી.ટી.પરમાર, પીએમયુમાંથી શ્રી ધ્રુમિલ પ્રજાપતિ અને જીઆઇપીએલમાંથી શ્રી જયદીપ સોલંકી ઉપસ્થિત રહ્યાં હતા.
અલ્હાબાદ બેન્કના ચેક બાઉન્સ કેસમાં બી આર ટ્રેડિંગના માલિક ભૂપેન્દ્ર પટેલને 12 મહિનાની સજા. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ થયેલી આ કાર્યવાહીમાં એડવોકેટ શ્રી નાનુભાઈ બ્રહ્મક્ષત્રિયની મહત્વની ભૂમિકા. અમદાવાદ કોર્ટના આ ચુકાદા વિશે સંપૂર્ણ વિગતો જાણો.
નમો શક્તિ એક્સપ્રેસ વે તથા અમદાવાદ-સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે વગેરેની કામગીરી માટે જમીન સંપાદન અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ પ્રક્રિયામાં ઝડપ અને યોજનાઓ સમયસર શરૂ થાય તેવા આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક સિટી બસ ટ્રાફિક સિગ્નલ પર વાહનો તેમજ રાહદારીઓને ટક્કર મારતા ત્રણ લોકોના મોત થયા હતા.