મંડળ રેલ પ્રબંધક વડોદરા મંડળમાં પેન્શન અદાલતનું સફળ આયોજન
મંડળ રેલ પ્રબંધક કાર્યાલય પ્રતાપનગર, વડોદરા મંડળ પર વર્ષ 2024ની પ્રથમ પેન્શન અદાલત સફળ અને ઉત્સાહપૂર્વક નું આયોજન કર્મચારી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
મંડળ રેલ પ્રબંધક કાર્યાલય પ્રતાપનગર, વડોદરા મંડળ પર વર્ષ 2024ની પ્રથમ પેન્શન અદાલત સફળ અને ઉત્સાહપૂર્વક નું આયોજન કર્મચારી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી શિવ ચરણ બૈરવા, સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર શ્રી સુનિલ બિશ્નોઈ, એકાઉન્ટ વિભાગના આસિસ્ટન્ટ ડિવિઝનલ ફાયનાન્સ મેનેજર શ્રી બલરામ મીના અને અન્ય અધિકારીઓ સાથે સેટલમેન્ટ વિભાગ, કલ્યાણ વિભાગના ઈન્ચાર્જની મહાનુભાવો ગરીમામય ઉપસ્થિતી ની સાથે પેન્શન સંગઠનના અધિકારીઓની હાજરી રહી હતી. જેમાં એક ફેમિલી પેન્શન PPO, બે MACP પે ફિક્સેશનની નકલ અને એક છૂટાછેડા લીધેલ દીકરીને ફેમિલી પેન્શન ઓર્ડર લેટર (PPO) આપવામાં આવ્યા હતા.
આ પેન્શન અદાલત કાર્યક્રમમાં કુલ 32 ફરિયાદો મળી હતી જેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના કચ્છ જિલ્લામાં શનિવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. જાણો ભૂકંપની તીવ્રતા કેટલી હતી?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં આગામી મહાકુંભ માટે શનિવારે ગાંધીનગરથી 'વોટર એમ્બ્યુલન્સ'ને લીલી ઝંડી બતાવી હતી. મહા કુંભ 2025 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે.
GCCIની બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી અને MSME કમિટી ના સંયુક્ત ઉપક્રમે તા: 2જી જાન્યુઆરી, 2025ના રોજ GCCI ખાતે નિકાસ અને આયાત વેપારમાં સુવિધાઓ અને તકો પર એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.