સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીમાં મનુભાઈ વોરા ઓપન એર થિયેટર ખુલ્લું મુકાયું
રાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીમાં સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટ નિર્મિત ઓપન એર થિયેટરને ખુલ્લું મૂકતા સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, " માનવીનો ભાવનાત્મક વિકાસ થાય એ આવશ્યક છે. આજે સમાજમાં ત્યાગનો , સંવેદનશીલતાનો દુકાળ છે.
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીમાં સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટ નિર્મિત ઓપન એર થિયેટરને ખુલ્લું મૂકતા સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, " માનવીનો ભાવનાત્મક વિકાસ થાય એ આવશ્યક છે. આજે સમાજમાં ત્યાગનો , સંવેદનશીલતાનો દુકાળ છે. પેહલા સંસાધન ઓછા હતા પણ એકબીજાને મદદ કરવાની ખેવના વધુ હતી અને આજે સમૃદ્ધિ વધી છે પણ માનવીનો ભાવનાત્મક વિકાસ થતો નથી. ભારતની ઓળખ બને એવા ભાવનાત્મક વિકાસની જરૂરી છે."
સ્વામીજીએ આ પ્રસંગે મનુભાઈ વોરાનાં પરિવારનાં સમાજ પ્રત્યેનાં અભિગમને બિરદાવતા કહ્યું હતું કે, "હું રાજકોટમાં આવ્યો ત્યારથી એટલે કે ૩૫ વરસથી આ પરિવાર પાસે કોઈ જાય તો ખાલી હાથે પાછું ના ફરે એવું સાંભળતો આવ્યો છું અને આજે પણ પરિવારમાં એ ભાવના અકબંધ છે. અલ્કાબેન વોરા અને અજયભાઈ જોશી હરદમ સેવા માટે તત્પર રહે છે. વોરા પરિવારના મોભી મનુભાઈ વોરાના નામે આજે ઓપન એર થિયેટર બન્યું છે એ આનંદની વાત છે કારણ કે, કળા અને સાહિત્ય વિના માનવી પશુ બનીને રહી જાય છે. "
આ પ્રસંગે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે કહ્યું હતું કે," મનુભાઈ વોરા પરિવાર સાથે અમારા પરિવારનો વર્ષોનો નાતો છે. એમનું ઘર અમારા માટે બીજું ઘર છે. એમણે પોતાની મોટાભાગની સંપત્તિ સમાજ માટે અર્પણ કરી છે એ પ્રેરણાદાયી છે."
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ ડૉ. કલ્પકભાઈ ત્રિવેદીએ મનુભાઈને યાદ કરતા કહ્યું હતું કે, "અમે ગમે ત્યારે કોઈ કામ માટે એમની ઓફિસે જતા હોઇએ તો એ અમને જોઈ તુરંત કહેતા કે, બોલો શું મદદ જોઈએ છે? અને આજેય એમનો પરિવાર સેવા ક્ષેત્રે એટલો જ સક્રિય છે." કલ્પકભાઈએ આજના કાર્યક્રમને પંચામૃત સમાન ગણાવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીના નિર્માણનાં સમયને અને સોસાયટીની સ્થાપનામાં જેમની ખૂબજ મહત્વની ભૂમિકા રહી છે એવા આર. ડી. આરદેશણા, સ્વ . વી. એચ. જોશી, , યુ. એન. પંડ્યા અને તેઓની સમગ્ર ટીમને યાદ કર્યાં હતા. અને સમાજ તરીકે સૌ સાથે મળી જીવીએ , સમાજ માટે કૈક કરી છૂટીએ એવો અનુરોધ પણ ડો. કલ્પકભાઈ ત્રિવેદીએ કર્યો હતો.
આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક અન વાયબ્રન્ટ નગર સેવક શ્રી મનીષભાઈ રાડીયા અને કરુણા ફાઉન્ડેશનનાં અધ્યક્ષ શ્રી મિતલભાઈ ખેતાણી પણ ઉપસ્થિત હતા. મનુભાઈ વોરા પરિવારનાં મહેન્દ્રભાઈ વોરા અને અન્યો પણ ઉપસ્થિત હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીના પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડિયાએ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું અને સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી અલ્કાબેન વોરાએ ઋણ સ્વીકાર કરેલો. આ કાર્યક્રમમાં સોસાયટીનાં ઉપાધ્યક્ષ સજી મેથ્યુ , સોસાયટીનાં મંત્રી અને સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટનાં ચેરમેન અજયભાઈ જોશી ઉપસ્થિત હતા. અને વાઈસ ચેરમેન અને વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આ કાર્યક્રમમાં જાણીતા કવિ શ્રી સંજુ વાળા, શ્રી દિલીપ જોશી, શ્રી આર. પી. જોશી, ડો. સુનીલ જાદવ,અને શ્રી દીપક ત્રિવેદી ઉપરાંત શ્રી એન. એસ. ઉપાધ્યાય, પૂર્વ પ્રમુખ પ્રો. પી. એચ. પરસાણીયા, અગ્રણીશ્રી નીલેશભાઈ માંડવીયા, દિલીપભાઈ આહ્યા, દિનેશભાઈ ભુવા, ડો.સેજલબેન ભટ્ટ , જાણીતા પેઇન ફીજીશિયન ડો. ચેતનાબેન જાડેજા, ડો. ધર્મેન્દ્રસિંહ ગોહિલ, શ્રીમતી વિમીબેન અજયભાઇ જોશી, શ્રીમતી રાગિણીબેન દિનેશભાઈ ભુવા તેમજ સોસાયટીના વરિષ્ઠ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ પ્રો .જયદીપસિંહ ડોડિયા , ઉપપ્રમુખ સજી મેથ્યુ, મંત્રી અજયભાઈ જોશી, સહમંત્રી અજયસિંહ એમ. પરમાર, સહમંત્રી રમેશ સભાયા, પ્રો. ડો. અનામિકભાઈ શાહ, ઉદ્યોગપતિ શૈલેષ પટેલ, શ્રી જિતેશકુમાર એમ. પંડિત, શ્રી કૈલેશકુમાર તન્ના,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી ભરતભાઈ વાજા, ડો. દર્શન ભટ્ટ, શ્રી ડી.પી. ત્રિવેદી, ઉદ્યોગપતિ શ્રજીથ નાયર, શ્રી મૌલિકસિંહ ભટ્ટી, એચ. એમ. રાજા, વગેરેએ જહેમત ઉઠાવી હતી.
ઉદઘાટન સમારોહ પૂર્ણ થયા બાદ શ્રીમતી જીગીશાબેન રાવલ, મુનિષભાઈ ગુસાણી, જયેશભાઈ જાદવ અને ઊપસ્થિત અન્ય કલાકારો દ્વારા જૂના ફિલ્મી ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.
ડૉ.કમલદીપ ચાવલા અને ડો.આકાશકુમાર સિંઘ, પ્રેસિડેન્ટ - ઇન્ડિયન ડાયાબિટીસ એન્ડ કાર્ડિયોમેટાબોનિક એસોસિએશનના નેતૃત્વ હેઠળ આયુષ્માન હાર્ટ એન્ડ વેલનેસ સેન્ટરે અભૂતપૂર્વ પ્રિવેન્ટિવ અને પર્સનલાઇઝ્ડ જીનોમિક્સ બ્રાન્ડ, જીનસૂત્રના શુભારંભની ગર્વ સાથે જાહેરાત કરી છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતના ભાવનગરમાં રૂ. 149 કરોડના પ્રોજેક્ટની શ્રેણીનું ઉદ્ઘાટન કર્યું
રાજકોટ જિલ્લાના ગધેથડ ખાતે આવેલ ગાયત્રી આશ્રમમાં ગુરુપૂજન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી.