મારી માટી, મારો દેશઃ નર્મદા જિલ્લા રમતગમત કચેરીનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વિવિધતાના આબેહૂબ રંગો વચ્ચે, નર્મદા જિલ્લા રમતગમત કચેરીએ 'મારી માટી, મારો દેશ' થીમ હેઠળ એક મંત્રમુગ્ધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જે ઉપસ્થિત સૌના હૃદયને મોહિત કરે છે.
પ્રતિનિધિ ભરત શાહ: ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હેઠળની જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાજેતરમાં "મારી માટી, મારો દેશ" માટીને નમન, વીરોને વંદન અંતર્ગત શ્રી છોટુભાઈ ડિગ્રી કોલેજ અને ઓડિટોરીયમ હોલ, એકનાથ ખાતે દેશભક્તિ ગીતો સહીત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ ઉપસ્થિત મહાનુભાવો સહીત વિધાર્થીઓએ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી બાદ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિત નોંધાવી હતી સાથે કોલેજના પ્રિન્સિપાલ ડી હસમુખભાઈ પટેલ, પૂર્વ પ્રચાર્ય કે. જે.ગોહિલ જિલ્લા રમત ગમત અધિકારી ડી.એસ. કદમ, જિલ્લા રમત વિકાસ અધિકારી વી.બી.વસાવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી દિલીપ દેસાઈ, નહેરુ યુવા કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ચંદ્રકાન્તભાઈ બક્ષી, સ્થાનિક પધાધિકારીઓ તેમજ અધિકારીઓ સહીત ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના ગીરનારમાં આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ આગેવાની અંગે મહત્વનો વિવાદ ઉભો થયો છે.