બજારમાં તેજી, NTPCના શેરમાં 4%નો ઉછાળો, બજાજ સહિત આ કંપનીઓના શેરમાં ઘટાડો
Stock Market Closing, 31 August 2023: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉછાળા સાથે બંધ થયા છે.
Stock Market Closing, 31 August 2023: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉછાળા સાથે બંધ થયા છે. ગત સપ્તાહના 3 દિવસના ઘટાડા બાદ આજે બજારમાં ખરીદી જોવા મળી રહી છે. સોમવારે સેન્સેક્સ 367.47 પોઈન્ટ એટલે કે 0.56 ટકાના વધારા સાથે 66,527.67 ના સ્તર પર બંધ થયો હતો. આ સિવાય નિફ્ટી ઈન્ડેક્સ 107.75 પોઈન્ટ એટલે કે 0.55 ટકાના વધારા સાથે 19,753.80 ના સ્તર પર બંધ થયો છે.
સેન્સેક્સના ટોપ-30 શેરોની યાદીમાં આજે 7 શેરો ઘટીને બંધ રહ્યા હતા. આ સિવાય તમામ શેર તેજી સાથે બંધ થયા છે. આજે એનટીપીસીના શેર ટોપ ગેઇનર રહ્યા છે. એનટીપીસીનો શેર 4 ટકાના વધારા સાથે બંધ થયો હતો. આ સિવાય બજાજ ફાઈનાન્સનો શેર ટોપ લૂઝર રહ્યો છે.
આજે એનટીપીસી પાવર ગ્રીડ ઉપરાંત, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ટીસીએસ, વિપ્રો, મારુતિ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, એચસીએલ ટેક, ઇન્ડસઇન્ડ બેંક, એલટી, ઇન્ફોસીસ, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ, એસબીઆઇ, ટાઇટન, સન ફાર્મા, એમ એન્ડ એમ, એક્સિસ બેન્ક, HDFC બેન્ક, અલ્ટ્રા કેમિકલ અને ICICI બેન્કના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.
આજે ઘટતા શેરોની યાદીમાં બજાજ ફાઈનાન્સ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંક, HUL, ITC, ભારતી એરટેલ અને એશિયન પેઈન્ટ્સના શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો.
સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે FMCG અને હેલ્થકેર સેક્ટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય તમામ ક્ષેત્રોમાં તેજી જોવા મળી રહી છે. આજે ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, રિયલ્ટી, બેંક, પ્રાઈવેટ બેંક, પીએસયુ બેંક, ફાર્મા, મેટલ, મીડિયા, આઈટી, ફાયનાન્સિયલ સર્વિસ, ઓટો અને બેંકિંગ સેક્ટરમાં તેજી જોવા મળી છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.