Maruti Car Price Cut: મારુતિની પસંદગીની કાર થઈ સસ્તી, એક જ ઝાટકે આટલા હજાર રૂપિયાનો ઘટાડો
Maruti Car Price Cut: દેશની સૌથી મોટી ઓટો કંપની મારુતિએ કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવી કિંમતો 1 જૂનથી લાગુ થઈ ગઈ છે.
દેશમાં સૌથી વધુ કારનું ઉત્પાદન અને વેચાણ કરતી કંપની મારુતિએ કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. મારુતિએ તેની AGS (ઓટો ગિયર શિફ્ટ) કારના 9 મોડલની કિંમતોમાં ઘટાડો કર્યો છે. નવી કિંમતો 1 જૂન, 2024થી અમલમાં આવી છે. શુક્રવારે એટલે કે 31 મે 2024ના રોજ શેર 1.58 ટકા ઘટીને રૂ. 12399 પર બંધ થયો હતો. ભાવ ઘટાડવાની અસર સોમવારે એટલે કે 3 જૂન, 2024ના રોજ શેર પર જોવા મળશે.
એક્સચેન્જને જારી કરવામાં આવેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું કે ઘણા વેરિઅન્ટની કિંમતોમાં 5,000 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
મારુતિએ ALTO K10, S-PRESSO ની કિંમતોમાં 5,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
મારુતિએ CELERIO, WAGON-Rની કિંમતોમાં રૂ. 5,000નો ઘટાડો કર્યો છે.
મારુતિએ SWIFT, DZIREની કિંમતોમાં રૂ. 5,000નો ઘટાડો કર્યો છે.
BALENO, FRONX અને IGNIS ની કિંમતોમાં 5,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
મારુતિએ 10 એપ્રિલ, 2024ના રોજ કહ્યું હતું કે તેણે ખર્ચમાં વધારાને કારણે કિંમતોમાં વધારો કર્યો છે. તે સમયે સ્વિફ્ટની કિંમત ₹25,000 મોંઘી થઈ હતી અને ગ્રાન્ડ વિટારા સિગ્મા વેરિઅન્ટ ₹19,000 મોંઘું થઈ ગયું હતું.
Bharat Mobility Global Expo 2025 : કિયા ઇન્ડિયાએ ઓટો એક્સ્પોમાં નવી કાર્નિવલ રજૂ કરી છે. આ મોડેલનું મુખ્ય આકર્ષણ ટોચ પર એક સ્ટાઇલિશ રૂફ બોક્સ છે.
ડિસેમ્બર 2024માં JSW MG મોટર ઇન્ડિયાનું વેચાણ વાર્ષિક ધોરણે 55 ટકા વધીને 7,516 યુનિટ થયું છે.
જો તમારી કાર પણ શિયાળામાં બંધ થઇ જાય છે. જો તે વારંવાર શરૂ કરવા છતાં પણ કામ કરતું નથી, તો અમે તમને કેટલીક ટિપ્સ અને પદ્ધતિઓ જણાવી રહ્યા છીએ, જેને અજમાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.