મારુતિ સુઝુકી પોતાની 16000થી વધુ કાર રિકોલ કરશે, જાણો કારણ
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તેની 16,000થી વધુ કાર રિકોલ કરવાની જાણકારી આપી છે.
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તેની 16,000થી વધુ કાર રિકોલ કરવાની જાણકારી આપી છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાએ 30 જુલાઈ, 2019 અને નવેમ્બર 1, 2019 વચ્ચે ઉત્પાદિત બલેનોના 11,851 એકમો અને વેગનઆરના 4,190 એકમો પાછા બોલાવવાની જાહેરાત કરી હતી. ફ્યુઅલ પંપની મોટરમાં ખરાબીની ફરિયાદ બાદ કંપની આ કારને પરત બોલાવી રહી છે. કંપનીએ કહ્યું છે કે એવી આશંકા છે કે ફ્યુઅલ પંપ મોટરના એક ભાગમાં સંભવિત ખામી છે, જેના કારણે એન્જિનમાં સમસ્યા આવી શકે છે.
મારુતિ સુઝુકીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વાહન માલિકો વાજબી સમયની અંદર પાર્ટના ફ્રી રિપ્લેસમેન્ટ માટે મારુતિ સુઝુકી અધિકૃત ડીલર વર્કશોપનો સંપર્ક કરી શકે છે. તાજેતરના સમયમાં કંપની દ્વારા કરવામાં આવેલી આ સૌથી મોટી રિકોલ છે.
જુલાઈ 2023 માં, મારુતિ સુઝુકી ઈન્ડિયાએ જણાવ્યું હતું કે તે 5 જુલાઈ, 2021 અને ફેબ્રુઆરી 15, 2023 ની વચ્ચે ઉત્પાદિત પ્રેસો અને ઈકો મોડલ્સના 87,599 એકમોને રિકોલ કરી રહી છે, જેથી ખામીયુક્ત સ્ટીયરિંગ ટાઈ સળિયાનું નિરીક્ષણ કરી શકાય.
શુક્રવારે કંપનીનો શેર 3.32 ટકાના ઉછાળા સાથે રૂ. 12,304 પર બંધ થયો હતો. તાજેતરની નોંધમાં, CLSAએ જણાવ્યું હતું કે CNG વાહનોના વધારાથી કંપનીને ફાયદો થવાની સંભાવના છે. બ્રોકરેજ અનુસાર, CNG પેસેન્જર વાહનોનો બજાર હિસ્સો નાણાકીય વર્ષ 2024માં 15 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2030માં 22 ટકા થઈ જશે.
ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઓક્ટોબરમાં આ ક્ષેત્રે વાર્ષિક 70 ટકા વૃદ્ધિ નોંધાવી છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને જ એથર એનર્જીએ 4500 કરોડ રૂપિયાના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) માટે સેબીને અરજી કરી હતી.
નવી નિસાન મેગ્નાઈટ 11 રંગોમાં ઉપલબ્ધ છે, જેમાં 6 મોનોટોન અને 5 ડ્યુઅલ-ટોનનો સમાવેશ થાય છે.
Car Discount Offers: આ તહેવારોની સિઝનમાં Hyundai Venue, Hyundai Exter સિવાય Hyundai i20 અને Hyundai Grand i10 Nios મૉડલ પર 80 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે.