પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રેલવે સ્ટેશન પર પ્રચંડ બોમ્બ વિસ્ફોટ, ઓછામાં ઓછા 24 લોકોના મોત
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક રેલવે સ્ટેશન પર પ્રચંડ બોમ્બ વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બલૂચિસ્તાનઃ પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયાની માહિતી સામે આવી રહી છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં 15 સૈનિકો પણ સામેલ છે. જ્યારે 46થી વધુ લોકો ઘાયલ થયા છે. આ બોમ્બ બ્લાસ્ટ બલૂચિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પાસે થયો હતો. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ સમયે સ્ટેશન પર ભીડ સામાન્ય હતી. આમ છતાં વધુ જાનહાનિનો ખતરો છે.
વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અને બચાવકર્મીઓ વિસ્ફોટના સ્થળે પહોંચી ગયા હતા. ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી લાદવામાં આવી હતી અને ઘાયલોની સારવાર માટે વધારાના ડોકટરો અને પેરામેડિક્સને બોલાવવામાં આવ્યા હતા. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે પેશાવર જવા રવાના થવાની હતી. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી ન હતી. વિસ્ફોટમાં મૃત્યુઆંક વધી શકે છે કારણ કે ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે.
કાર્યવાહક પ્રમુખ સૈયદ યુસુફ રઝા ગિલાનીએ ઘાતક ઘટનાની નિંદા કરતા કહ્યું કે આતંકવાદીઓ માનવતાના દુશ્મનો છે જેમણે નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા. ગિલાનીએ આતંકવાદને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માટે દરેક સંભવિત પગલાં લેવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. દરમિયાન બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ સંબંધિત અધિકારીઓને આ જીવલેણ ઘટનાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ પ્રાંતમાંથી આતંકવાદના જોખમને નાબૂદ કરવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.
PM મોદીએ ગુરુવારે (સ્થાનિક સમય) જ્યોર્જટાઉન, ગયાનાથી પ્રસ્થાન કરીને અને દિલ્હી પાછા ફરતા, તેમનો ત્રણ દેશોનો પ્રવાસ પૂર્ણ કર્યો છે.
ગયાનાની સંસદના વિશેષ સત્રને તેમના સંબોધન દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વસમાવેશક વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો અને પ્રગતિ માટે માર્ગદર્શક સિદ્ધાંત તરીકે "લોકશાહી પ્રથમ, માનવતા પ્રથમ" ના સૂત્રને શેર કર્યું હતું.
આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મુસાફરોના વાહનોને નિશાન બનાવ્યા છે. આ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે.