વડોદરામાં ધોરણ ૧-૨ના શિક્ષકો માટે માસ્ટર ટ્રેનર્સ તાલીમ યોજાઈ
સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા દ્વારા ધોરણ ૧-૨ ની શિક્ષક તાલીમ માટેના માસ્ટર ટ્રેનર્સ તાલીમ યોજાઈ હતી.
ચાલુ શૈક્ષણિક વર્ષથી તમામ સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ ૧-૨ ના વિધાર્થીઓ માટે નવી શિક્ષણ નીતિ અને NCF-FS આધારિત વિવિધ પ્રકારનું શૈક્ષણિક સાહિત્ય અને અધ્યયન સંપુટ નિર્માણ કરવામાં આવ્યું છે. આ સામગ્રીના ઉપયોગ, ધોરણ ૧-૨ ના અધ્યયન, અધ્યાપન પ્રક્રિયા, વર્ગખંડ શૈક્ષણિક પ્રક્રિયા જેવી બાબતો માટે જિલ્લાના માસ્ટર ટ્રેનર્સની બે દિવસીય તાલીમ યોજવામાં આવી હતી.
આ તાલીમમાં બંને દિવસ દરમિયાન તાલીમાર્થીઓને જિલ્લાના રિસોર્સ પર્સન ધ્વારા વિસ્તૃત માર્ગદર્શન, જુથ કાર્ય અને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
રાજ્ય કક્ષાએથી ઉપસ્થિત રહેલ પ્રતિનિધિ/KRP શ્રી પ્રિસ્કીલાબેને બંને તાલીમ વર્ગોની મુલાકાત લઈ વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મહેશ પાંડેએ રમુજી વાર્તા,ચર્ચા દ્વારા શિક્ષક તાલીમની અગત્યતા, સમય પાલન વિશે સૌને માર્ગદર્શન આપી તાલીમાર્થીઓ પોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને ઉચ્ચ સ્થાન હાસિલ કરે તેવા શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તાલીમમાં રાજ્યકક્ષાએથી તાલીમ મેળવીને આવેલા તમામ રિસોર્સ પર્સને તજજ્ઞ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.આ તાલીમનું સમગ્ર સંચાલન એડીપીસી શ્રી રાકેશ સુથારે જયારે સી.આર.સી.કો.ઓ. શ્રી પ્રકાશ ચૌધરી અને મુકેશ શર્માએ વર્ગ સંચાલન અને જરૂરી વ્યવસ્થાની કામગીરી કરી હતી.
વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મહેશભાઈ પાંડે દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતા જિલ્લાના ૨૦૦ શિક્ષકો અને સીઆરસી કોઓર્ડીનેટરની આરોગ્ય ચકાસણીનું સુમનદીપ વિદ્યાપીઠ અને ધીરજ હોસ્પિટલના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા ગંગાસ્વરૂપા ગીતાબેન હાંડે આર્થિક રીતે પગભર બનતા માન્યો સરકારનો આભાર.
ગુજરાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ "ડિજિટલ ગુજરાત" હાંસલ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "ડિજિટલ ઇન્ડિયા"ના વિઝનને અનુરૂપ હતું. રાજ્યએ સુશાસન દિવસ પર પરિવર્તનકારી હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલી) પહેલ શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ કનેક્ટિવિટી વધારવા અને ટેકનોલોજી દ્વારા જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે.