દિલ્હીમાં મેક્સવેલનું તોફાન, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરીને વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી
વર્લ્ડ કપ-2023ની 24મી મેચ ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પેટ કમિન્સની ટીમે નેધરલેન્ડ સામે જોરદાર સ્કોર બનાવ્યો છે.
ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલે ઈતિહાસ રચી દીધો છે. તેણે વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી છે. મેક્સવેલે નેધરલેન્ડ સામેની મેચમાં 40 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામનો રેકોર્ડ તોડ્યો છે. માર્કરામે આ વર્લ્ડ કપમાં 49 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. મેક્સવેલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
મેક્સવેલે 49મી ઓવરના પાંચમા બોલ પર બાસ ડી લીડેને સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. જોકે, મેક્સવેલ આગલી ઓવરમાં લોગાન વેન બીકના હાથે કેચ આઉટ થતાં પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 44 બોલમાં નવ ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 106 રનની ઇનિંગ રમી હતી.
વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં આયર્લેન્ડનો કેવિન ઓ બ્રાયન ત્રીજા સ્થાને છે. તેણે 2011માં ઈંગ્લેન્ડ સામે 50 બોલમાં 113 રન બનાવ્યા હતા. મેક્સવેલે આ પહેલા 2015માં શ્રીલંકા સામે 51 બોલમાં 102 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ યાદીમાં સાતમા સ્થાને છે, જેણે આ જ વર્લ્ડ કપમાં 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે 63 બોલમાં 131 રન બનાવ્યા હતા.
નેધરલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે 399 રન બનાવ્યા હતા. ઓપનર ડેવિડ વોર્નરે 93 બોલમાં 104 રનનું યોગદાન આપ્યું હતું. સ્ટીવ સ્મિથે પણ 71 રનની ઇનિંગ રમી હતી. આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની આ 5મી મેચ છે. તેણે 2 મેચ જીતી છે અને 2 હારી છે. ઓસ્ટ્રેલિયાએ તેની અગાઉની બંને મેચ જીતી હતી.
MS Dhoni: ૨૦૨૦ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર એમએસ ધોની હજુ પણ આઈપીએલમાં રમી રહ્યો છે. શું આ વર્ષની લીગ પછી ધોની IPLમાંથી નિવૃત્તિ લેશે? આવી ચર્ચાઓ ફરી શરૂ થઈ છે.
બોમ્બે હાઈકોર્ટે ફેમિલી કોર્ટને યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા કેસમાં 20 માર્ચ સુધીમાં પોતાનો ચુકાદો સંભળાવવાનો નિર્દેશ આપ્યો છે. ધનશ્રીને ૪.૭૫ કરોડ રૂપિયાનું ભરણપોષણ મળવાના સમાચાર. નવીનતમ અપડેટ્સ, કારણો અને પૂર્ણ કોર્ટ સુનાવણીની વિગતો અહીં વાંચો.
IPL 2016 માં વિરાટ કોહલીએ બનાવેલો રેકોર્ડ આજ સુધી તૂટી શક્યો નથી. આ વખતે આપણે જોવું પડશે કે કોઈ બેટ્સમેન તેની નજીક આવી શકે છે કે નહીં.