જાણો વડોદરાની શાળાના એવા આચાર્યને જેમણે યોગ વિષયમાં પ્રાપ્ત કરી છે પીએચ.ડી.ની પદવી
અનેક યુવાનોને યોગમાર્ગે લઈ જઈને વિશ્વભરમાં યોગ સંદેશને પહોંચાડી રહ્યા છે કાયાવરોહણની શાળાના આચાર્ય ડૉ. ભાઇલાલ પટેલ
કાયાવરોહણ એટલે યોગની નગરી, જ્યાં ભગવાન લકુલીશ સાક્ષાત બિરાજમાન છે એવી પવિત્ર ભૂમિ. યોગ દિવસ નજીક છે ત્યારે આ યોગ નગરી પરથી એક એવા આચાર્યની વાત કરવી છે, જેમણે યોગને જીવનશૈલી નહીં, પરંતુ પોતાની કારકિર્દી જ બનાવી દીધી છે. આ વાત છે, કાયાવરોહણ સ્થિત લકુલીશ વિદ્યામંદિરના આચાર્ય ડૉ. ભાઈલાલ પટેલની, જેમણે યોગ વિષયમાં પીએચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી છે. પોતાના યોગ વિષયના સંશોધન થકી મેળવેલી જ્ઞાનની સુગંધ શાળાના બાળકોમાં ઉતરે એવા ભગીરથ આશયથી કેટલાય યુવાનોના જીવનને યોગમય બનાવવામાં તેઓ સફળ થયા છે.
ડૉ. ભાઇલાલે સ્નાતકની પદવી સાયન્સ વિષય સાથે અને અનુસ્નાતક ઓર્ગેનિક કેમેસ્ટ્રી વિષય સાથે પૂર્ણ કર્યા બાદ સરકારી શિક્ષક તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. વર્ષ ૧૯૯૪ થી ૨૦૦૬ સુધી નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ વર્ષ-૨૦૦૮ સુધી પાદરા તાલુકાના સરસવણી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે જવાબદારી નિભાવી હતી. અને આ જ વર્ષમાં ભગવાન લકુલીશના આશીર્વાદથી યોગની નગરી કાયાવરોહણમાં લકુલીશ વિદ્યામંદિર ખાતે આચાર્ય તરીકે કાર્યભાર સંભાળવાનો તેમને સુવર્ણ અવસર પ્રાપ્ત થયો.
કાયાવરોહણમાં આ યોગાચાર્યની મુલાકાત લકુલીશ ધામ ખાતે રાજશ્રી મુનિ સાથે અવારનવાર થતી હતી. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે આધ્યાત્મિક સંવાદ સાથે યોગ વિશે ગહન ચર્ચાઓ થતી હતી. આ જ તો એ સુખદ વળાંક હતો, જેના કારણે આધ્યાત્મના માર્ગે પ્રયાણ કરવાની પ્રેરણા મળી હતી. સમયાંતરે થતી મુલાકાતો દરમિયાન યોગ અને આધ્યાત્મિક જગતમાં તેમને વધુ ને વધુ રસ પડવા લાગ્યો અને જિજ્ઞાસામાં પણ વધારો થતો જ રહ્યો. ત્યારે રાજશ્રી મુનિએ આચાર્યશ્રીને લકુલીશ યોગ યુનિ.ની કાયાવરોહણ સ્થિત શાખામાં કર્મ-જ્ઞાન અને ભક્તિ યોગ વિષયમાં ચાલતી સ્નાતક ડિગ્રીમાં જોડાવા માટે પ્રેરણા આપી હતી.અને ત્યારબાદ કોઈ પણ પ્રકારના સંદેહ વિના તેમણે બી. એ. ની ડિગ્રી પ્રાપ્ત કરી.
પોતાની વધતી જતી જિજ્ઞાસાને પોષણક્ષમ પાંખો આપવા માટે આચાર્યએ રાજશ્રી મુનિ પાસે વધુ અભ્યાસ માટે પ્રસ્તાવ મૂક્યો અને રાજશ્રી મુનિએ તેમને ગાંધીનગર સ્થિત લકુલીશ યોગ યુનિવર્સિટી ખાતે ચાલતા પીએચ.ડી. અભ્યાસક્રમ અંગે વાત કરી. વર્ષ-૨૦૧૫માં, આચાર્યશ્રીએ યોગમાં
પીએચ. ડી. માટે પ્રવેશ પરીક્ષા આપી અને તેમાં સફળતા મળતા યોગ વિષય પર પીએચ. ડી.માં પ્રવેશ પણ લીધો.
રાજશ્રી મુનિના માર્ગદર્શન અને પ્રેરણાથી "દિવ્ય જીવન માટે યોગમાર્ગની શ્રેષ્ઠતાનું વિશ્લેષણાત્મક અધ્યયન" વિષય પર શોધ નિબંધ લખવાના આચાર્યના નિર્ણયને યુનિ.એ મંજૂરી આપી. યુનિવર્સિટીના ડાયરેક્ટર ડૉ. બી.એન. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ આચાર્યએ પોતાનો શોધ નિબંધ પૂર્ણ કર્યો. શોધ નિબંધના લખાણ માટે વેદો, પુરાણો, ઉપનિષદોને અને મહર્ષિ પતંજલિના યોગ સૂત્રો સહિત અનેક ઋષિઓના લેખોને સંદર્ભ ગ્રંથો તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ શોધ નિબંધમાં જીવનમાં યોગની મહત્તાનું મહિમામંડન કરવામાં આવ્યું છે.
પોતાની સંપૂર્ણ યોગ યાત્રા દરમિયાન થયેલા અનુભવો વર્ણવતા આચાર્યશ્રીએ જણાવ્યું કે, શરીરને સૂક્ષ્મ રીતે જાણવા અને સમજવા માટે યોગ ખૂબ જ જરૂરી છે. યોગ વિશે જાણ્યા પહેલા જીવનમાં કોઈ વિશેષ ધ્યેય નિર્ધારિત ન હતો. શરીરની ક્ષણિક જરૂરિયાતોને પૂર્ણ કરવી અને ભૌતિક વસ્તુઓ કમાવવી એ જ જીવન હતું. પરંતુ, યોગ મળ્યા પછી હવે તેમને જીવન ઓછું લાગે છે. યોગાભ્યાસ જેવા વિશાળ દરિયાને તરવા માટે સમય પણ ખૂબ જ ઓછો પડતો હોય તેમ લાગે છે. યોગ થકી આચાર્યને જીવન જીવવા માટે એક ધ્યેય મળ્યો હોય તેવી પ્રતીતિ થાય છે.
ભાગદોડ, તણાવ અને પ્રદૂષણના આજના સમયમાં યોગનું મહત્વ સમજાવતા આચાર્ય જણાવે છે કે, પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત આજનો સમાજ કૃત્રિમ તણાવનો ભોગ બન્યું છે. જેના કારણે ઉદ્ભવતો માનસિક તણાવ અને બીમારીઓમાંથી બહાર આવવા માટે યોગનો હાથ પકડ્યા સિવાય કોઈ છૂટકો જ નથી.
પોતાના યોગ વિષયના જ્ઞાનને આગળ ધપાવવા માટે વિશેષ રીતે લકુલીશ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને પણ યોગાભ્યાસ માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. યોગના રંગે રંગાયેલા લકુલીશ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ દર વર્ષે ખેલ મહાકુંભ સહિત વિવિધ સ્પર્ધાઓમાં જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. આ જ શાળાએ વર્ષ-૨૦૨૨ના વિશ્વ યોગ દિન નિમિત્તે આઝાદીના અમૃત વર્ષ અંતર્ગત ૭૫ વિદ્યાર્થીઓ દ્વારા ૭૫ સેકન્ડ સુધી ભૂજાંગાસન કરીને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. વધુમાં દર વર્ષે અલગ અલગ શારીરિક સમસ્યાઓની તથા માનસિક ક્ષમતામાં વધારો કરતા યોગાને ધ્યાનમાં રાખીને વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યા છે. તદુપરાંત આ જ શાળામાંથી અભ્યાસ કરતા અનેક વિધાર્થીઓએ સમગ્ર વિશ્વને યોગમય બનાવવાના સંકલ્પ સાથે યોગને જ પોતાની કારકિર્દી પણ બનાવી છે. આજે તેમની શાળામાંથી અભ્યાસ મેળવેલા વિદ્યાર્થીઓ કેટલાય દેશોમાં યોગને જ વ્યવસાય બનાવીને યોગની તાલીમ આપી રહ્યા છે.
સમગ્ર વિશ્વ જ્યારે ૨૧મી જૂનના રોજ વિશ્વ યોગ દિન ઉજવતું હોય ત્યારે વડોદરાની જિલ્લા કક્ષાની યોગ દિનની ઉજવણી જૂનું કાશી ગણાતી અને ભગવાન લકુલીશની પાવન ભૂમિ કાયાવરોહણ ખાતે થવાની છે. ત્યારે યોગ માર્ગે શ્રેષ્ઠ રીતે કામ કરી રહેલા અને યુવાનોને યોગના માર્ગે લઇ જઈ ભારતીય સંસ્કૃતિની ધરોહરની સંભાળ કરનાર આચાર્યશ્રી ડૉ. ભાઇલાલ પટેલ ખૂબ શુભેચ્છાઓને પાત્ર છે.
જો તમે પણ તમારા જૂના ફોનને જંક સમજીને ફેંકી દો છો, તો તેનો અર્થ એ છે કે તમને ખબર નથી કે ફોન બનાવવામાં કેટલીક કિંમતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આવો અમે તમને જણાવીએ કે ફોન બનાવતી વખતે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.
Pentagon New Report on UFOs: પેન્ટાગોને યુએફઓ અને એલિયન્સ પર નવીનતમ અહેવાલ બહાર પાડ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે 1 મે, 2023 થી 1 જૂન, 2024 સુધી, અમેરિકન સત્તાવાળાઓ પાસે આવા સેંકડો અહેવાલો નોંધાવવામાં આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે આકાશમાં કોઈ અજાણી વસ્તુ ઉડતી જોઈ છે.
શ્રીહર્ષ માજેતી ભારતના ઝડપથી વિકસતા સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં જાણીતું નામ બની ગયું છે. તેમના નેતૃત્વ હેઠળ, સ્વિગીએ ઓનલાઈન ફૂડ ડિલિવરી ક્ષેત્રે એક નોંધપાત્ર બદલાવ કર્યો છે.