સ્ટેટ લેવલ મોનિટરિંગ અને રિવ્યુ કમિટી તેમજ પોષણ અભિયાન હેઠળની SLSC અને કન્વર્જન કમ રીવ્યુ કમિટીની બેઠક યોજાઈ
ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ શ્રી રાજકુમારની અધ્યક્ષતા હેઠળ સ્ટેટ લેવલ મોનિટરિંગ અને રિવ્યુ કમિટી (SLMRC) તેમજ પોષણ અભિયાન હેઠળની સ્ટેટ લેવલ સેન્કસનિંગ કમિટી (SLSC) અને કન્વર્જન કમ રીવ્યુ કમિટીની બેઠક યોજાઈ હતી.
ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ શ્રી રાજકુમારની અધ્યક્ષતા હેઠળ સ્ટેટ લેવલ મોનિટરિંગ અને રિવ્યુ કમિટી (SLMRC) તેમજ પોષણ અભિયાન હેઠળની સ્ટેટ લેવલ સેન્કસનિંગ કમિટી (SLSC) અને કન્વર્જન કમ રીવ્યુ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સંબંધિત વિભાગના સચિવશ્રી
સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ શ્રી કે. કે. નિરાલા દ્વારા રાજ્યમાં પોષણમાસ દરમિયાન થયેલી વિશેષ કામગીરીની વિગતો આપવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ અભિયાન ૨.૦, મિશન શક્તિ અને મિશન વાત્સલ્યના અમલીકરણ અંગે વિવિધ ચર્ચાઓ કરાઈ હતી. ત્યારબાદ સચિવશ્રી દ્વારા રાજ્યના લાભાર્થીઓને અપાતી સેવાઓ અને તેના કવરેજ અંગે માહિતી આપવામાં આવી હતી. જેને ધ્યાને લઈ મુખ્ય સચિવશ્રીએ શહેરી
અને ગ્રામ્ય વિસ્તારોમાં લાભાર્થીના કવરેજનું એનાલિસિસ કરીને વધુમાં વધુ કવરેજ થઈ શકે તે માટે પ્રયત્નો કરવા સૂચનાઓ આપી હતી.
મુખ્ય સચિવશ્રીએ વસ્તીના ધોરણોને ધ્યાને રાખી જરૂરિયાત મુજબ નવા આંગણવાડી કેન્દ્રો રાજ્ય સરકારના ૧૦૦ ટકા ફાળા સાથે શરૂ કરવા માટે સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, પોષણ ટ્રેકરમાં પૂરક પોષણના કવરેજમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ સરાહનીય કામગીરી કરી રહ્યું છે. તેમણે મમતા દિવસના રોજ રાજ્યની કિશોરીઓનું હિમોગ્લોબીન સ્ક્રીનીંગ કરવા પણ ભાર મૂક્યો હતો. તેમણે કુપોષણને નાથવા માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર ઘટાડવા કુપોષિત બાળકો અને તેની સંખ્યાનું સતત મોનિટરિંગ કરવા સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત કમિટીના સભ્યશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નોને પણ ધ્યાને લઈ તેનો ઝડપી ઉકેલ લાવવા માટે મહિલા અને બાળ વિકાસના સચિવશ્રી દ્વારા ખાતરી આપવામાં આવી હતી.
બોટાદના સાળંગપુરખાતે નૂતન વર્ષના દિવસે પ્રસિદ્ધ હનુમાન મંદિરના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.
વડોદરાના શિનોરમાં નવા વર્ષના દિવસે બે મોટરસાઈકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે એક બાળક સહિત અન્ય બેને ઈજા થઈ છે.
ભક્તોએ નવા વર્ષની શરૂઆત પ્રાર્થના અને દર્શન સાથે કરી છે, રાજ્યભરના મંદિરોમાં આસ્થાના ઉત્સાહથી ભરપૂર છે. શામળાજી મંદિરમાં, ભક્તિનું એક અદ્ભુત કાર્ય થયું કારણ કે એક ભક્તે ભગવાન શામળિયાને સુવર્ણ ચરણ પાદુકા (પવિત્ર પાદુકા) અર્પણ કરી