સાગબારા આંગણવાડી કેન્દ્ર ખાતે પૂર્ણા યોજના અંતર્ગત મહેંદી સ્પર્ધા યોજાઈ
ICDS સાગબારાના આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા રિક્રીએશનલ હબ કેલેન્ડરની થીમ મુજબ કિશોરીઓમાં મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી.
રાજપીપલા :- ICDS સાગબારાના આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા રિક્રીએશનલ હબ કેલેન્ડરની થીમ મુજબ કિશોરીઓમાં મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પોષણ, આરોગ્ય, પૂર્ણા યોજના, પૂર્ણાશક્તિ, વિવિધ સરકારી યોજનાઓ અને સ્લોગન અંગે મહેંદી તૈયાર કરાઈ હતી.
સાથોસાથ કિશોરી મીટીંગનું આયોજન કરી કિશોરીઓને કૌશલ્યવર્ધન તાલીમ, પોષણલક્ષી માહિતી, કાયદાકીય માહિતી, શિક્ષણનું મહત્વ, પોષણ તથા THR અંગે જાણકારી આપવામાં આવી હતી. જ્યાં જીવનકૌશલ્યના વિકાસ માટે વકૃત્વ સ્પર્ધા, લેખન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા જેવી પ્રવૃત્તિ પણ કરાવવામાં આવી હતી.
જેના દ્વારા કિશોરીઓમાં આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણનો પાયો મજબુત થાય છે. પરિણામ સ્વરૂપે કિશોરીઓમાં એનીમિયા, શિક્ષણ, આરોગ્ય, THR, કાયદાકીય અધિકાર વગેરે જેવી બાબતે જાગૃતતા આવે છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.