ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢ ગીરનાર ખાતે મહાશિવરાત્રીની ઉજવણી કરી
ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને, મેળામાં સુરક્ષા માટે કરવામાં આવતા સીસીટીવી મોનિટરિંગની માહિતી મેળવી: જૂનાગઢ પોલીસની ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક નિયંત્રણ માટેની કામગીરીને બિરદાવી.
ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને, મેળામાં સુરક્ષા માટે કરવામાં આવતા સીસીટીવી મોનિટરિંગની માહિતી મેળવી: જૂનાગઢ પોલીસની ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક નિયંત્રણ માટેની કામગીરીને બિરદાવી.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ મહાશિવરાત્રીના પાવન દિવસની ઉજવણી જૂનાગઢ ગિરનાર ખાતે કરી હતી. મંત્રીશ્રીએ ગીરનાર તળેટીના ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને રાજ્યની શાંતિ, સલામતી અને નાગરિકોની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
ગૃહ રાજ્ય મંત્રીએ ભવનાથ ક્ષેત્રના જુદા જુદા અખાડા અને આશ્રમો ખાતે સાધુ-સંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાધુ-સંતોએ પણ મંત્રીશ્રીને સ્વાગત અને સન્માન આપ્યું હતું. શંભુ પંચ અગ્નિ અખાડા ખાતે ગાયત્રી યજ્ઞની પૂર્ણાહુતિમાં પણ મંત્રીશ્રી સહભાગી બન્યા હતાં.
મહાશિવરાત્રીના મેળામાં સફાઈ કર્મીઓ દ્વારા સ્વચ્છતા જાળવવા માટે અપાતા યોગદાનની ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ખાસ પ્રશંસા કરી હતી. તેમણે દત્તચોક ખાતે સફાઈ કર્મીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું અને મીઠાઈ વહેંચી તેમની સેવા માટે વંદન સહ અભિનંદન પાઠવ્યા હતા.
ગૃહ રાજ્ય મંત્રીએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને, મેળાની સુરક્ષા માટે કરવામાં આવતા સીસીટીવી મોનિટરિંગની માહિતી મેળવી હતી. તેમણે જૂનાગઢ પોલીસની ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક નિયંત્રણ માટેની કામગીરીને બિરદાવી અને સંકલિત સુરક્ષા વ્યવસ્થાઓ માટે પ્રશંસા વ્યક્ત કરી હતી.
આ વિવિધ કાર્યક્રમોમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જનકભાઈ તળાવીયા, રેન્જ IG શ્રી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કુલ ૮ જિલ્લાની કોર્ટ જ્યુડીસરીની કોર્ટ પરિસરમાં વકીલોને બેસવા માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે. આ બિલ્ડીંગના બાંધકામ માટે કુલ રૂ. ૮૨ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
શેલ એનર્જી ઇન્ડિયા પ્રા.લિ. (SEIPL) દ્વારા CSR-ફંડેડ સસ્ટેનેબિલિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન સમારંભ આજે પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે યોજાયું.
ફેક્ટરીમાં ડિટર્જન્ટ, વોશિંગ પાવડર અને સાબુનું ઉત્પાદન થતું હતું. આ માટે વપરાતા એરંડા અને પાઈન તેલના બેરલમાં પણ આગ લાગી અને વિસ્ફોટ થયો. અમિત દવેએ જણાવ્યું હતું કે આગ ઓલવતી વખતે એક ફાયરમેન ઘાયલ થયો હતો.