રેલ મંત્રાલયે અમદાવાદ મંડળના ગાંધીનગર, કલોલ તેમજ ખોડિયાર સેક્શનમાં ત્રણ રોડ ઓવર બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપી
રેલ મંત્રાલયએ બહુપ્રતિક્ષિત ત્રણ રેલવે ઓવર બ્રિજોને અમ્બ્રેલા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવાની મંજૂરી આપી. આ પ્રોજેક્ટ લગભગ 340 કરોડના ખર્ચે કલોલ-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 11, ખોડિયાર-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 13 અને કલોલ-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 9 પર ત્રણ રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે.
માનનીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ ટ્રેન ઓવર બ્રિજ બનાવવાની મંજૂરી આપવાનો નિર્ણય એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પરિયોજનાથી માત્ર રેલવેને જ નહીં, પણ માર્ગ વાહનવ્યવહાર પણ વધારે સારો અને સુરક્ષિત બનશે. વળી તેનાથી સ્થાનિક લોકોને પણ આવવા-જવાની સારી સુવિધા મળી રહેશે.
મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીરકુમાર શર્માએ આ પ્રોજેક્ટનું મહત્ત્વ જણાવતાં કહ્યું કે આ રોડ ઓવર બ્રિજ બનવાથી લોકોને સારી રીતે આવવા-જવાની સુવિધા મળશે તેમ જ સમય અને ઇંધણની પણ બચત થશે.
1. કલોલ-ગાંધીનગર સેક્શન : આ સેક્શનમાં કોલવડા-ગાંધીનગર વચ્ચે લેવલ ક્રોસિંગ નંબર 11 કિ.મી. 18/8-9 પર લગભગ 101 કરોડ રૂપિયાના ખર્ચે ચાર લેન રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. જેથી ગાંધીનગર સિટી, કલોલ, વાવોલ, જીઆઇડીસી વિસ્તાર, પેથાપુર ગામ વગેરેને લાભ થશે.
2. ખોડિયાર-ગાંધીનગર સેક્શન : ખોડિયાર-ગાંધીનગર વચ્ચે લેવલ ક્રોસિંગ સંખ્યા 13 કિ.મી. 522/6-7 પર લગભગ 120 કરોડ રૂપિયાના ખર્ચે ચાર લાઇન રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. ગાંધીનગર સિટી, પેથાપુર ગામ તેમજ રાંધેજાની સમાન્ય જનતાને આનો લાભ મળશે.
3. કલોલ-ગાંધીનગર સેક્શન : કોલવડા-ગાંધીનગર વચ્ચે લેવલ ક્રોસિંગ નંબર 9 કિ.મી. 16/0-1 પર લગભગ 120 કરોડ રૂપિયાા ખર્ચે ચાર લાઇન રોડ ઓવર બ્રિજ
બનાવવામાં આવશે. વાવોલ, ઉવારસદ, અડાલજ, ગાંધીનગર સિટી, સેરથા તેમજ
ઝુંડાલના લોકોને આનો લાભ મળશે.
રેલ મંત્રાલયના આ પગલાંથી રેલ વાહનવ્યવહારની વધારે સારી સેવાઓ પ્રદાન કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે અને તે સાથે યાત્રીઓને પણ સુખમય સફરનો અનુભવ કરવા મળે તે માટે મદદ કરી રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે અને અમદાવાદ મંડળના લોકો માટે એક મોટી વાહનવ્યવહારની સુવિધા પ્રત્યેનું મહત્ત્વપૂર્ણ પગલું છે.
અમરેલી જીલ્લાના રાજુલા જાફરાબાદમાં દીપડાના હુમલામાં 10 વર્ષના બાળકનું મોત નીપજવાની કરુણ ઘટના સામે આવી છે.
આણંદના પેટલાદમાં એક ચોંકાવનારી ઘટનામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાના ઘરેથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
મહેસાણાના દેદિયાસણ વિસ્તારમાંથી ચાઈનીઝ દોરીની 16 રીલ કબજે કરીને પોલીસે ચાઈનીઝ દોરીના વેપારીઓ સામે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.