જીટીયુ અને ઈન્ફોસીસ વચ્ચે ઈમર્જિંગ ટેક્નોલોજી ક્ષેત્રના 12000 કોર્સ અંતર્ગત એમઓયુ કરાયા
ગ્લોબલાઈઝેશન કારણે આંત્રપ્રિન્યોર્સ અને પ્રોફેશનલ્સ માટે સ્કિલ આધારીત અનેક તકો ઉપસ્થિત થયેલ છે. આ એમઓયુ થકી વિદ્યાર્થીઓની સ્કિલમાં વધારો થશે. જે આત્મનિર્ભરભારત અભિયાનને વેગ પૂરો પાડશે.
રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા વિવિધ વિષયોને સાંકળીને વિદ્યાર્થીમાં સ્કિલ આધારીત કોર્સની જાગૃકત્તા કેળવાય તે હેતુસર વિવિધ કંપની સાથે એમઓયુ કરવામાં આવે છે. તાજેતરમાં જ જીટીયુએ ઈન્ફોસીસ સ્પ્રીંગ બોર્ડ સાથે ઈમર્જિંગ ટેક્નોલોજી ક્ષેત્રના 12 હજાર કોર્સ અંતર્ગત એમઓયુ કર્યા છે. આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે, ગ્લોબલાઈઝેશન કારણે આંત્રપ્રિન્યોર્સ અને પ્રોફેશનલ્સ માટે સ્કિલ આધારીત અનેક તકો ઉપસ્થિત થયેલ છે.
એમઓયુ થકી વિદ્યાર્થીઓની સ્કિલમાં વધારો થશે. જે આત્મનિર્ભરભારત અભિયાનને વેગ પૂરો પાડશે. આ એમઓયુ પર જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન ખેર અને ઈન્ફોસીસ સ્પ્રીંગ બોર્ડના એજ્યુકેશન ટ્રેનિંગ એન્ડ એસેસમેન્ટના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ શ્રી થીરૂમાલા આરોહીએ હસ્તાક્ષર કર્યા હતાં. જીટીયુ ઈન્ટીગ્રેટેડ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના હેડ ડૉ. કેયુર દરજીએ જણાવ્યું હતું કે, આ એમઓયુ થકી ઈન્ડસ્ટ્રીઝની જરૂરીયાત આધારીત સ્કિલ બેઝ્ડ અને રોજગારલક્ષી કોર્સ શરૂ કરાશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ચોઈસ બેઝ્ડ ક્રેડિટ કોર્સનો પણ લાભ વિદ્યાર્થીઓને મળશે.
આ ઉપરાંત ઈન્ફોસીસ સ્પ્રીંગ બોર્ડના તજજ્ઞો દ્વારા વિવિધ વિષયો પર સમયાંતરે ટ્રેનિંગ પૂરી પાડવામાં આવશે. જ્યારે એન્જિનિયરીંગ કરતાં વિદ્યાર્થીઓને પણ ઈન્ટર્નશિપનો લાભ પણ મળવાપાત્ર રહેશે. AI, IOT, ડિજીટલ ટેક્નોલોજી, સાયબર સિક્યોરીટીઝ, ડિઝાઈન થિંકિંગ આ ઉપરાંત ફાઈનાન્સ, H.R., માર્કેટીંગ જેવી શાખાના અન્ય સ્કિલ બેઝ્ડ કોર્સ પણ વિનામૂલ્યે જીટીયુ સંલગ્ન તમામ કૉલેજના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. જેની જાગૃકત્તા અર્થે, આગામી જુલાઈ માસમાં વિવિધ કૉલેજના વિદ્યાર્થીઓ અને હેડ માટે જીટીયુ દ્વારા વેબીનારનું આયોજન કરવામાં આવશે.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના ગીરનારમાં આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ આગેવાની અંગે મહત્વનો વિવાદ ઉભો થયો છે.