આદિવાસી સમાજના પવિત્ર યાત્રાધામ દેવમોગરા ખાતે યાહા મોગી માતાજીનો મેળો
અદભૂત અને અલૌકિક ભૂમિ દેવમોગરા ખાતે પાંચ દિવસીય ભાતીગળ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે.
રાજપીપલા: ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વસવાટ કરતા આદિવાસી સમાજના કુળદેવી અને આસ્થાના કેન્દ્ર દેવમોગરા સ્થિત યાહા મોગી પાંડુરી માતાના મંદિરે શિવરાત્રીથી શરૂ થતા ભાતીગળ લોકમેળાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આગામી તા. ૧૨મી માર્ચ સુધી યોજાનારા
આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે અને કુળદેવીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. હવેથી રાજસ્થાનમાં વસવાટ કરતો આદિવાસી સમાજ પણ યાહા મોગી માતાના દર્શન માટે આવે છે.
ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે, જ્યાં જુદા-જુદા ધર્મો, બોલી-ભાષા, પોશાક, ખોરાક, રિવાજો સહિત તહેવારોમાં પણ ભિન્નતા જોવા મળે છે. ભિન્નતાઓ હોવા છતા લોકોમાં પ્રેમ, સન્માન, ત્યાગ અને બલિદાનની ભાવના અને ભાવાત્મક એકતા જોવા મળે છે. આ જ એકતા આપણી સંસ્કૃતિની ઓળખ છે. અહીંના લોકોમાં સાંસ્કૃતિક એકતા પણ જોવા મળે છે, આ એકતાના મૂળ લોકઉત્સવો અને લોકમેળામાં રહેલા છે. ગુજરાતમાં પણ ઉત્સવો અને લોકમેળાઓની દબદબાભેર ઉજવણી થાય છે,
આવા મેળાઓ અને ઉત્સવોમાં મનુષ્ય પરસ્પર આનંદની વહેંચણી કરે છે.
લોકોના જીવનમાં આનંદ, ઉલ્લાસ અને ચેતનાના રંગછાંટણા નાખી લોકહૈયાને હિલોળે ચડાવનાર તમામ મેળાઓ સદાયે મોખરે રહ્યાં છે. અદભૂત પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતુ નર્મદા જિલ્લાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી, આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ વિશ્વફલક પર પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. પરંતુ નર્મદા જિલ્લાની આ ભૂમિ અદભૂત અને અલૌકિક પણ છે. આ ભૂમિ લોકોની આસ્થા સાથે જોડાયેલી છે. આદિવાસી સંસ્કૃતિ, કલા, રીતરિવાજો અને પરંપરાઓએ
પોતાની આગવી ઓળખ બનાવી છે. ગુજરાતમાં કુલ ૧૫૨૧ મેળાઓ ભરાય છે, જેમાં ૨૮૦ જેટલા આદિવાસી મેળાઓ થાય છે. પરંતુ દેવમોગરા ખાતે યોજાતા પાંડુરી માતાનો મેળો આદિવાસી સમાજ માટે વિશેષ અને લોકપ્રિય છે.
સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડુરી માતા, જેઓ યાહા મોગી તરીકે પણ ઓળખાય છે. તેમના સાનિધ્યમાં દર વર્ષે પાંચ દિવસ માટે આ મેળો મહાશિવરાત્રીના પાવન અવસરે ભરાય છે. મહાશિવરાત્રી એટલે શિવને ભજવાનો મહા અવસર. પરંતુ આ મેળામાં આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન થાય છે. સંપૂર્ણ ભારતવર્ષમાં માત્ર દેવમોગરા મેળામાં ભગવાન શિવની નહીં પરંતુ શક્તિની પુજા થાય છે. દેવમોગરાની પાવન ભૂમિ પર ચાલુ વર્ષે ૮મીથી ૧૨મી માર્ચ દરમિયાન આ મેળો ચાલશે. ગુજરાતના વિવિધ શહેરો-ગામો સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ યાહા મોગી, મા પાંડુરીના દર્શનાર્થે આવી ધન્યતા અનુભવે છે.
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રાબડીયા અને ભાજપના આગેવાન ભૂપત ભાયાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જૂનાગઢમાં ઇકો ઝોન મુદ્દે રાજકારણ વધુ ગરમાયું છે.
એક મહિનામાં આ ત્રીજો ભૂકંપ છે. આ ભૂકંપના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ઓછી તીવ્રતાના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SWAR (સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ) પ્લેટફોર્મ લોન્ચ કર્યું, જે નાગરિકોની સંલગ્નતા વધારવા અને શાસનમાં સુધારો કરવાના હેતુથી એક નવી પહેલ છે.