11 લાખથી વધુ મુલાકાતીઓ રિજિયોનલ સાયન્સ સેન્ટરોની મુલાકાત લઈ ચૂક્યા છે
ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રચાર માટે અને વિદ્યાર્થીઓને ઇનોવેશન કરવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશથી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા રાજ્યના પાટણ, ભાવનગર, ભુજ અને રાજકોટ ખાતે ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટર (RSC) નું નિર્માણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રચાર માટે અને વિદ્યાર્થીઓને ઇનોવેશન કરવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશથી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા રાજ્યના પાટણ, ભાવનગર, ભુજ અને રાજકોટ ખાતે ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટર (RSC) નું નિર્માણ કરવામાં આવ્યું છે. ₹100 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ આજે વિજ્ઞાન વિષય અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા લોકો માટે આકર્ષણના કેન્દ્રો બન્યા છે. આ સેન્ટરોના લોકાર્પણથી અત્યારસુધીમાં 11 લાખથી વધુ મુલાકાતીઓ આ રિજિયોનલ સાયન્સ સેન્ટરોની મુલાકાત લઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધુ 7.50 લાખ લોકોએ પાટણ ખાતે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી છે.
આ ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટરોના ઉદ્ઘાટનથી રાજ્યમાં અત્યંત વ્યવસ્થિત અને વિચારપ્રેરક વૈજ્ઞાનિક પ્રવાસન સ્થળોની રચના થઈ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે વધુ ને વધુ લોકો આકર્ષાય તે હેતુથી આ સેન્ટરો ખાતે અનેક જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતના તમામ જિલ્લાઓ, ભારતના વિવિધ રાજ્યો અને વિદેશોમાંથી પણ લોકો વૈજ્ઞાનિક સંશોધનના આ કેન્દ્રો તરફ આકર્ષાયા છે. ઇન્ટરેક્ટિવ ગેલેરીઓ ઉપરાંત, આ સેન્ટર્સ વિવિધ વૈજ્ઞાનિક આઉટરીચ પ્રવૃત્તિઓ હાથ ધરે છે.
આ પ્રવૃત્તિઓમાં જિલ્લા કક્ષાની ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ, જિલ્લા કક્ષાની ગુજરાત STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ) ક્વિઝ, વર્લ્ડ સ્પેસ વીક, સ્કાય ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ્સ, નેશનલ મેથેમેટિક્સ ડે, નેશનલ સાયન્સ ડે, મિશન LiFE પર અવેરનેસ પ્રોગ્રામ, જનભાગીદારી દ્વારા ઇવેન્ટ્સ અને વર્કશોપ જેવી ઘણી મેગા ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે.
આ રિજિયોનલ સાયન્સ સેન્ટરો લોકોને વિજ્ઞાન સુધી અને વિજ્ઞાનને લોકો સુધી લઈ જવું" ના થીમને અનુસરે છે. આ સેન્ટરોએ નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પ્રયોગોમાં જોડાવા, તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં રસ અને જિજ્ઞાસા જગાડવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આવનાર સમયમાં GUJCOST દ્વારા સ્થાપિત કરવામાં આવશે વધુ ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટર GUJCOST આગામી સમયમાં વડોદરા, સુરત, જામનગર અને જૂનાગઢ ખાતે વધુ ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટરોની સ્થાપના કરી રહ્યું છે. આ સેન્ટરો વૈજ્ઞાનિક શિક્ષણ, ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો, વર્કશોપ અને શૈક્ષણિક કાર્યક્રમો માટે હબ તરીકે કાર્યરત થશે. તેઓ આગામી પેઢીના લર્નર્સ અને લીડર્સમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને પૂછપરછની સંસ્કૃતિને ઉત્તેજન આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
અમરેલીમાં મોર્ચોથી ભરેલી આઈસર ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતાં આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. નવીનતમ સમાચાર, ઘટનાની સંપૂર્ણ વિગતો અને અસરગ્રસ્ત વિસ્તારોની વિગતો વાંચો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચુઅલ લોકાર્પણ કર્યુ હતું.
મેદસ્વિતા સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ નાગરિકો કઈ રીતે થઈ શકે એ માટે ગુજરાતમાં 'સ્વાસ્થ્ય ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત' શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવી મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય છે.