દેશમાં છેલ્લા દસ વર્ષમાં ૧૭ કરોડથી વધુ રોજગારીનું સર્જન થયું : ડો. મનસુખ માંડવિયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતના માધ્યમથી સમગ્ર દેશમાં કુલ ૪૭ સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંદાજે ૫૧ હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.
સેન્ટ્રલ જી.એસ.ટી. કમિશનરેટ, વડોદરા દ્વારા ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ (FGI) બિઝનેસ સેન્ટરમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં CBIC, પોસ્ટ વિભાગ, બેંક ઓફ બરોડા, EPFO અને ઓવરસીઝ બેંક સહિતના કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા ૧૨૦ યુવાનોને તેમની લાયકાતના આધારે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતના માધ્યમથી સમગ્ર દેશમાં કુલ ૪૭ સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંદાજે ૫૧ હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.વડોદરામાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગના મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ યુવાનોને નિમણૂક પત્રો આપ્યા હતા.
તેમણે જણાવ્યું કે, “આજે નોકરી મેળવવા માટે મેરિટ અને લાયકાત મહત્વ ધરાવે છે. અગાઉ નોકરી મેળવવા માટે પધ્ધતિ વગરના માર્ગો અપનાવાતા હતા, પરંતુ હવે વિકાસશીલ ભારત મેરિટ આધારિત વ્યવસ્થાને આગળ ધપાવી રહ્યું છે.”
તેમણે ઉમેર્યું કે છેલ્લા દસ વર્ષમાં દેશમાં રોજગારીનું સ્તર નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૪ દરમિયાન જ્યાં માત્ર ૩.૨ કરોડ રોજગારીઓનું સર્જન થયું હતું, ત્યારે છેલ્લા દશકમાં ૧૭ કરોડથી વધુ રોજગારીઓનું સર્જન થયું છે. દરેક મહિને સરેરાશ ૧૨ થી ૧૫ લાખ નવી રોજગારીઓ સર્જાઈ રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવનિયુક્ત ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના સંદેશમાં જણાવ્યું કે યુવાનો પોતાના કાર્યને ‘સેવા ભાવના’ સાથે નિભાવે અને વિકાસશીલ ભારતના નિર્માણમાં યોગદાન આપે. તેમણે ‘પાંચ પ્રણ’ વિશે માહિતી આપીને, આકાંક્ષી ભારતને વિકસિત ભારત બનાવવા માટે યુવાનોને પ્રેરણા આપી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારત આજે ટેકનોલોજી, ડેટા અને ઇનોવેશનમાં દુનિયામાં આગળ વધી રહ્યું છે. તેમણે એમ પણ જણાવ્યુ કે ઓટોમોબાઇલ અને ફૂટવેર ક્ષેત્રે ભારતે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે, જ્યારે ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે ૧.૭૫ લાખ કરોડ રોજગારી સર્જન થયું છે. દેશની પ્રગતિ માટે નારી શક્તિ, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, બ્યુરોક્રસી અને યોગના મહત્વને તેમણે વ્યાખ્યાયિત કર્યું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માત્ર રોજગારીની તકો ઉભી કરવાનો નહોતો, પરંતુ યુવાઓને દેશસેવામાં તત્પર બનીને સ્વયંને અને દેશને વિકસિત દિશામાં આગળ વધારવાનો સંદેશ આપવાનો હતો.
આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી પિંકી સોની, ધારાસભ્ય શ્રીમતી મનીષા વકીલ, શ્રી યોગેશ પટેલ, ભૂતપૂર્વ સાંસદ શ્રી રંજન ભટ્ટ,મ્યુનિસિપલ કમિશનરશ્રી અરુણ મહેશ બાબુ, કલેક્ટર ડો. અનિલ ધામેલિયા તેમજ CGST વડોદરા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
"અમદાવાદ અને સુરતમાં ગુજરાત પોલીસની મોટી કાર્યવાહીમાં 1000થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત. જાણો દસ્તાવેજોની ચકાસણી, પોલીસની રેડ અને હર્ષ સંઘવીની ચેતવણી વિશે સંપૂર્ણ માહિતી."
"અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની નવી સેવા 27 એપ્રિલ, 2025થી શરૂ! સચિવાલય અને ગિફ્ટ સિટી સુધી 7 નવા સ્ટેશનો સાથે ઝડપી અને સુરક્ષિત મુસાફરી. જાણો ટાઈમટેબલ, ટિકિટ દર અને લાભો વિશે વિગતવાર માહિતી."
ગુજરાતના સુરત અને અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા 1000 થી વધુ બાંગ્લાદેશીઓ સામે સરકારે મોટી કાર્યવાહી કરી છે અને તેમને અટકાયતમાં લીધા છે. હાલમાં પોલીસ ટીમ આ બધા લોકોના દસ્તાવેજો તપાસી રહી છે.