રાજ્યના કુલ ૪ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ વરસાદ : સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સૌથી વધુ ૩.૬૪ ઇંચ વરસાદ
ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૭૧.૬૭ ટકા, સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૨.૩૭ ટકા વરસાદ નોંધાયો.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૫ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કુલ ૪ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ૩.૬૪ ઇંચ એટલે કે ૯૧ મિ.મી, વલસાડના કપરાડામાં ૮૫ મિ.મી, આણંદમાં ૮૦ મિ.મી, અને ખેડાના નડિયાદમાં ૭૫ મિ.મી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત સુરત જિલ્લાના ઉંમરપાડા તાલુકામાં ૭૩ મિ.મી, ગીર સોમનાથના કોડીનારમાં ૬૫ મિ.મી, વલસાડના વાપીમાં અને સુરતના ઓલપાડમાં ૬૪ મિ.મી, જુનાગઢના વંથલીમાં ૬૩ મિ.મી, જયારે કેશોદ અને માળિયાહાટીનામાં ૫૯ મિ.મી, માણાવદરમાં ૫૭ મિ.મી, વલસાડના પારડી અને સુરતના માંગરોળમાં ૫૨ મિ.મી, જુનાગઢના માંગરોળ અને મેંદરડામાં ૫૦ મિ.મી, એમ કુલ ૧૨ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જ્યારે રાજ્યના અન્ય ૪૦ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૧.૬૭ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૩૨.૩૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૫.૦૫ ટકા ઉત્તર ગુજરાતમાં ૬૧.૦૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૭.૬૦ ટકા, પૂર્વ ગુજરાતમાં ૫૫.૩૦ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.