ગંગા સ્વરૂપા આર્થિક સહાય હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં રૂ. ૨,૧૬૪ કરોડથી વધુની રકમ ચૂકવાઇ
રાજ્યની જરૂરિયાતમંદ બહેનોને વિવિધ યોજના દ્વારા વધુને વધુ આર્થિક પગભર બનાવવા સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૬.૪૯ લાખથી વધુ બહેનોને રૂ. ૨,૧૬૪ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે
રાજ્યની જરૂરિયાતમંદ બહેનોને વિવિધ યોજના દ્વારા વધુને વધુ આર્થિક પગભર બનાવવા સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૬.૪૯ લાખથી વધુ બહેનોને રૂ. ૨,૧૬૪ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેસિયાએ જણાવ્યું હતું.
મંત્રી પાનસેરિયાએ કહ્યું હતું કે, આ યોજના હેઠળ કચ્છ જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ ૧૦,૬૯૭ અરજીઓ પૈકી ૧૦,૬૪૩ અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જે અંતર્ગત કુલ રૂ. ૯.૨૩ કરોડથી વધુની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. મંત્રી પાનસેરિયાએ પેટા પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું હતું કે, અગાઉ આ યોજના અંતર્ગત જ્યારે ગંગા સ્વરૂપ બહેનનો દીકરો યુવાન થાય ત્યારે તે સહાય બંધ કરી દેવામાં આવતી હતી, પણ હવે તેમાં સુધારો કરીને તેમને કાયમી આર્થિક સહાય મળી રહે તે માટે બહેન જીવે ત્યાં સુધી લાભ આપવામાં આવી રહ્યો છે.આ સહાય DBTના માધ્યમથી સીધી લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે તેમ, મંત્રી શ્રી ગૃહમાં વિગતો આપતાં ઉમેર્યું હતું.
IIM અમદાવાદે દુબઈમાં તેના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસના ઉદઘાટનની જાહેરાત કરી છે જે સપ્ટેમ્બર 2025 થી શરૂ થવાનું છે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓના વૈશ્વિક વિસ્તરણમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના ઈનામ વિતરણ સમારોહમાં આયોજક અને વિજેતાઓને અભિનંદન પાઠવી સંસ્કાર સિંચનના કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
જાન્યુઆરીમાં, સુપ્રીમ કોર્ટે આસારામને રાહત આપી હતી અને તેમને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમના વચગાળાના જામીનનો સમયગાળો પૂરો થવાનો હતો.