પ્રાંતિજમાં આજે સવારે ૮ થી ૧૦માં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
છેલ્લા ૨૪ કલાકમાં ખેડાના નડિયાદ તાલુકામાં ચાર ઇંચ જ્યારે વસો, દાહોદ, સંતરામપુર તાલુકામાં ત્રણ–ત્રણ ઇંચ વરસાદ વરસ્યો, રાજ્યનો ચાલુ મોસમમાં કુલ સરેરાશ વરસાદ ૫૫ ટકાથી વધુ: સૌથી વધુ કચ્છ ઝોનમાં ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે તા. ૨૯ જુલાઈના રોજ સવારે ૮ થી ૧૦માં પાંચ ઇંચથી વધુ જયારે સવારે ૬ થી ૮માં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં ૪ ઇંચ, વસો તાલુકામાં ૩ ઇંચ, દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં ૩ ઇંચ, જ્યારે મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ૩ ઇંચ વરસ્યો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલ મુજબ મહુધા, ઝાલોદ, મોરવા-હડફ, લુણાવાડા, સિંગવડ, ફતેહપુરા અને કડાણા મળીને કુલ સાત તાલુકાઓમાં બે-બે ઇંચ વરસાદ પડ્યો છે. પેટલાદ, આણંદ, સોજીત્રા, મહેમદાવાદ, ખેડા, લીમખેડા, વીરપુર, દેવગઢ બારિયા, કપડવંજ અને માતર મળીને કુલ ૧૦ તાલુકાઓમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૨૫ તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
આજે તા.૨૯ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ થી ૧૦ કલાકની સ્થિતિએ તલોદ, હિંમતનગર, મેઘરજ તાલુકામાં ત્રણ – ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માણસા, મહેસાણા, ખાનપુર, જોટાણા મળીને કુલ ચાર તાલુકામાં બે –બે ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત આજે તા.૨૯ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૫ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૭૫ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ ૭૩ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૬૭ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૭ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૩૦ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રાબડીયા અને ભાજપના આગેવાન ભૂપત ભાયાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જૂનાગઢમાં ઇકો ઝોન મુદ્દે રાજકારણ વધુ ગરમાયું છે.
એક મહિનામાં આ ત્રીજો ભૂકંપ છે. આ ભૂકંપના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ઓછી તીવ્રતાના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SWAR (સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ) પ્લેટફોર્મ લોન્ચ કર્યું, જે નાગરિકોની સંલગ્નતા વધારવા અને શાસનમાં સુધારો કરવાના હેતુથી એક નવી પહેલ છે.