મોતીલાલ ઓસવાલ એએમસી દ્વારા મોતીલાલ ઓસવાલ નિફટી માઈક્રોકેપ 250 ઈન્ડેકસ ફન્ડ લોન્ચ કરાયું
મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપનીએ મોતીલાલ ઓસવાલ નિફટી માઈક્રોકેપ 250 ઈન્ડેકસ ફન્ડ લોન્ચ કર્યું છે જે ભારતનું એકમાત્ર પેસિવ ફન્ડ છે, જે માઈક્રોકેપ સ્ટોકસમાં રોકાણ ઓફર કરી રહ્યું છે. માઈક્રોકેપ સ્ટોકસમાં રહેલા વિકાસના અવકાશમાં હિસ્સેદાર બનવા રોકાણકારોને આ ફન્ડ તક પૂરી પાડે છે.
મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની (એમઓએએમસી)એ મોતીલાલ ઓસવાલ નિફટી માઈક્રોકેપ 250 ઈન્ડેકસ ફન્ડ લોન્ચ કર્યું છે જે ભારતનું એકમાત્ર પેસિવ ફન્ડ છે, જે માઈક્રોકેપ સ્ટોકસમાં રોકાણ ઓફર કરી રહ્યું છે. માઈક્રોકેપ સ્ટોકસમાં રહેલા વિકાસના અવકાશમાં હિસ્સેદાર બનવા રોકાણકારોને આ ફન્ડ તક પૂરી પાડે છે.
મોતીલાલ ઓસવાલ નિફટી માઈક્રોકેપ 250 ઈન્ડેકસ ફન્ડ નિફટી માઈક્રોકેપ 250 ઈન્ડેકસના કુલ વળતરને
પરિવર્તિત/અનુસરતું ઓપન એન્ડેડ ફન્ડ છે. એનએફઓ 15મી જુનથી 29 જુન 2023 સુધી ખુલ્લી રહેશે.નિફટી 500ની ઘટક હોય તે સિવાયની કંપનીઓમાંથી ટોચની 250 કંપનીઓની કામગીરીનું આંકલન કરવા નિફટી મિડકેપ 250 ઈન્ડેકસની રચના કરવામાં આવી છે. આ ઈન્ડેકસ સારી રીતે વૈવિધ્યતા ધરાવે છે જેમાં તેના ટોચના 10 હોલ્ડિંગ્સનો હિસ્સો માત્ર 11 ટકા જ છે. નિફટી 50 ઈન્ડેકસમાં આ આંક 59 ટકા છે. આ ઉપરાંત એકંદર બજાર ઈન્ડાઈસિસમાં સામાન્ય રીતે અન્ડરવેઈટ ધરાવતા એવા ઈન્ડસ્ટ્રીઅલ્સ, કન્ઝયૂમર, મોજશોખ, કોમોડિટીઝ તથા હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં વૈવિધ્યપૂર્ણ રોકાણ પૂરું પાડે છે.
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન, નિફટી માઈક્રોકેપ 250 ઈન્ડેકસે વાર્ષિક ધોરણે 58 ટકા વળતર પૂરું પાડયું છે. માઈક્રોકેપ મજબૂત કામગીરી પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે, તેમાં ઊંચી વોલેટિલિટી પણ જોવા મળે છે અને બજારના મુખ્ય ઈન્ડાઈસિસની સરખામણીએ કયારેક લાંબા સમય સુધી નબળી કામગીરી પણ દર્શાવે છે.
લિસ્ટેડ સ્ટોકસની કુલ માર્કેટ કેપના અંદાજે 3 ટકા ધરાવતી માઈક્રોકેપ કંપનીઓ એક અલગ લાક્ષણિકતા ધરાવે છે, જે તેમને રોકાણના આકર્ષક ઉમેદવાર બનાવે છે. આ કંપનીઓ તેમની ક્ષમતા, નવી બજારો પર ખાસ ધ્યાન તથા મજબૂત પ્રમોટરો માટે જાણીતી છે.
એ વાતની નોંધ લેવી રહી કે, માઈક્રોકેપ્સમાંથી 40 ટકાથી વધુ કંપનીઓને જરા પણ એનાલિસ્ટ કવરેજ મળતું નથી અને સ્ટોકસના માત્ર 12 ટકા પાંચથી વધુ એનાલિસ્ટ કવરેજ ધરાવે છે. હકીકતમાં મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની ચાર ટકાથી ઓછી એયુએમ ટોચની 500 કંપનીઓની બહાર રોકાણ ધરાવે છે. આને કારણે છૂપાયેલી તકો સાંપડવાનું શકય બને છે.
આ ઉપરાંત, વિવિધ અભ્યાસોમાં જણાયું છે કે, ઈલિક્વિડિટી પ્રીમિયમ, નાની કંપનીના જોખમ પ્રીમિયમ વગેરે જેવા પરિબળોને કારણે, નાની કંપનીઓ, મોટી કરતા સારી કામગીરી દર્શાવવાની શક્તિ ધરાવે છે. આને કારણે, માઈક્રોકેપ્સ ઈન્વેસ્ટમેન્ટની આકર્ષક તકો પૂરી પાડે છે.
નવીન અગરવાલ, એમડી એન્ડ સીઈઓ, મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની લિ.એ જણાવ્યું હતું કે, “ભારતમાં અનેક પેસિવ ફન્ડસમાં અમે અગ્રતા ધરાવીએ છીએ. માઈક્રોકેપ આધારિત નવા ઈન્ડેકસ ફન્ડની ઓફર અમારા વિસ્તૃત પેસિવ ફન્ડસને વધુ વિસ્તારશે. મોતીલાલ ઓસવાલ નિફટી માઈક્રોકેપ 250 ઈન્ડેકસ ફન્ડ લોન્ચ કરીને, અમે અમારા રોકાણકારોને મોતીલાલ ઓસવાલ નિફટી 500 ઈન્ડેકસ ફન્ડનું જોડાણ પૂરું પાડીએ છીએ, જે અમારા વ્યાપક ઈન્ડેકસ ફન્ડસને વિસ્તૃત બનાવશે. ”
પ્રતિક ઓસવાલ, પેસિવ ફન્ડસના વડા, મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની લિ.એ જણાવ્યું હતું કે “મોતીલાલ ઓસવાલ નિફટી માઈક્રોકેપ 250 ઈન્ડેકસ ફન્ડ, સાથે આ અનન્ય એવી રોકાણ શ્રેણીમાં તકો અને રહેલા અવકાશને ખુલ્લો મૂકી રહ્યા છીએ. આ સેગમેન્ટમાં વ્યાપક તકો રહેલી હોવાનું અમે માનીએ છીએ. ઉદ્યોગમાં અનેક લોકોએ આ શ્રેણીને બેધ્યાન કરી છે. ”
પોતાના સમાન સ્ટોકસની સરખામણીએ માઈક્રોકેપ્સ ઊંચા વળતર પૂરા પાડવાનો ઈતિહાસ ધરાવે છે, જો કે તેમાં જોખમો પણ ઊંચા રહે છે, માટે રોકાણકારો તેમાં રોકાણ કરતા પહેલા નાણાંકીય સલાહકારની સલાહ લે તે જરૂરી છે. આ ફન્ડને 5-10 ટકા ફાળવણી કુલ પોર્ટફોલિઓ વળતર વધારવામાં મદદ મળે છે, ” એમ પ્રતિક ઓસવાલે વધુમાં જણાવ્યું હતું.
આ સ્કીમનો ઈન્વેસ્ટમેન્ટ હેતુ એવું વળતર પૂરું પાડવાનો છે, જે ખર્ચ પહેલા, નિફટી માઈક્રોકેપ 250 ઈન્ડેકસ દ્વારા પ્રતિનિધિત્વ થતી સિક્યુરિટીઝના કુલ વળતરની બરોબર હોઈ શકે. આ સ્કીમનો રોકાણ હેતુ પાર પડશે જ તેની કોઈ ખાતરી નથી હોતી. આ ફન્ડના અંદાજિત ખર્ચનું પ્રમાણ- રેગ્યુલર – 1.00%,, ડાયરેકટ – 0.40%. મોતીલાલ ઓસવાલ નિફટી માઈક્રોકેપ 250 ઈન્ડેકસ ફન્ડમાં અરજીની ઓછામાં ઓછી રકમ રૂપિયા 500/- છે અને ત્યારબાદ રૂપિયા 1/- ના ગુણાંકમાં કરવાની રહેશે. વર્તમાન ધોરણે રોકાણકાર સ્કીમના યુનિટસની ખરીદી/રીડિમ નાણાંકીય સલાહકાર મારફત અથવા www.motilaloswalmf.com માં લોગઈન કરીને કરી શકાશે.
કૃપા કરી નોંધ લેશો કે, ફન્ડ મેનેજરો દ્વારા સંચાલિત અન્ય ફન્ડો www.motilaloswalmf.com પર જોઈ શકાશે.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.