મોતીલાલ ઓસ્વાલે નિવેષક નારી 2024 યોજના શરૂ કરી
મોતીલાલ ઓસ્વાલ ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ , નિવેષક નારી 2024ની ઘોષણા કરતા ગર્વ અનુભવે છે, જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં એક સીમાચિહ્નરૂપ પહેલ છે, જેનો હેતુ મહિલાઓ માટે રોકાણ ક્ષેત્રને સ્પષ્ટ બનાવવા, નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા અને નાણાકીય બજારોમાં સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવા નો છે.
મુંબઈ : મોતીલાલ ઓસ્વાલ ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ નિવેષક નારી 2024" ની ઘોષણા કરતા ગર્વ અનુભવે છે, જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં એક સીમાચિહ્નરૂપ પહેલ છે, જેનો હેતુ મહિલાઓ માટે રોકાણ ક્ષેત્રને સ્પષ્ટ બનાવવા, નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા અને નાણાકીય બજારોમાં સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવા નો છે. નિવેષક નારી 2024ની ઉજવણી માટે મોતીલાલ ઓસ્વાલે ફાઇનાન્સ ક્ષેત્રે અને મુડી બજારમાં લગભગ 10 અગ્રણી મહિલાઓને આમંત્રણ આપ્યું છે જેઓ સોશિયલ મીડિયા ઉપર ઊંડી છાપ ધરાવે છે.આ પહેલમાં શૈક્ષણિક કાર્યશાળાઓ, પરિસંવાદો અને અન્ય કાર્યક્રમોની શ્રેણીનો સમાવેશ થાય છે.
આ વર્ષે, યુનાઇટેડ નેશન્સ 8 માર્ચ 2024 ના રોજ, ઇન્વેસ્ટ ઇન વિમેન એકસીલરેટ પ્રોગરેસ" શિર્ષક હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે. મહિલાઓમાં રોકાણ કરો: પ્રગતિને વેગ આપો અને મહિલા રોકાણકારોને સશક્ત બનાવો આ વિષય ને અનુરૂપ, મોતીલાલ ઓસ્વાલે નિવેષક નારી યોજના તૈયાર કરી છે અને નિવેષક નારી 2024 બાસ્કેટ, એક ખાસ ક્યુરેટેડ ઇન્વેસ્ટમેન્ટ બાસ્કેટ પણ તૈયાર કર્યું છે. આ નવીન નાણાકીય યોજના મહિલાઓની રોકાણ ની જરૂરિયાતો અને ઇચ્છાઓને પૂરી કરવા માટે તૈયાર કરવામા આવી છે, જે તેમને તેમના સંભવિત નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા અને ઝડપી પ્રગતિ સાથે આર્થિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે રોકાણમાં અનુકૂળ અભિગમ પ્રદાન કરે છે.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૃષ્ઠભૂમિ ઊપર, અમે નિવેષક નારી 2024 અને નિવેષક નારી 2024 બાસ્કેટના લોકાર્પણની ઉજવણી કરીએ છીએ. આ સાથે, અમે સમાજમાં મહિલાઓની નોંધપાત્ર સિદ્ધિઓ અને યોગદાનને સન્માનિત કરવા ઈચ્છીએ છીએ. અમારો ધ્યેય છે, કાર્યસ્થળની સંસ્કૃતિને ઉત્તેજન આપવું અને જ્યાં દરેક વ્યક્તિ સશક્ત, મૂલ્યવાન અને સમાવિષ્ટ અનુભવ કરી શકે.ઇક્વિટી માર્કેટમાં મહિલાઓની ભાગીદારી વધારવાના અમારા સતત પ્રયાસો દ્વારા, અમે બધા માટે વધુ સમાવિષ્ટ વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ એમ ગ્રુપ MD શ્રી મોતીલાલ ઓસ્વાલે જણાવ્યું હતું.
શેરબજારની વર્તમાન સ્થિતિ જોતાં, તમને લાગશે કે સેન્સેક્સ 1 લાખ પોઈન્ટને પાર કરશે તેવી વાતો સંપૂર્ણપણે બકવાસ છે. છતાં, એક અંદાજ છે કે ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સ 1 લાખ પોઈન્ટ કેવી રીતે પાર કરશે?
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.5-0.5 ટકાનો ઘટાડો થયો. આજના કારોબારમાં, નિફ્ટીમાં ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, નેસ્લે, ટીસીએસ સૌથી વધુ ઘટ્યા હતા.
બજારમાં મંદી વચ્ચે NSDLનો રૂ. 3,000 કરોડનો IPO લોન્ચ! IPO તારીખ, કિંમત, ફાળવણી, GMP, અને છૂટક રોકાણકારો માટે મહત્વપૂર્ણ ટીપ્સ જાણો. તમામ વિગતો અને નિષ્ણાત અહેવાલો સાથે સંપૂર્ણ સમાચાર.