મોતીલાલ ઓસવાલે તેમના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરે છે; અમદાવાદ, ગુજરાતમાં ત્રીજા ટાવરની જાહેરાત કરી
મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસીસે અમદાવાદમાં નવી મિલકત ખરીદી છે. તેને મોતીલાલ ઓસવાલ ટાવર 3' તરીકે ઊભું કરવામાં આવશે અને તે અમદાવાદના નાણાકીય હબના માધ્યમાં સ્થિત હશે.
મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસીસે અમદાવાદમાં નવી મિલકત ખરીદી છે. તેને મોતીલાલ ઓસવાલ ટાવર 3' તરીકે ઊભું કરવામાં આવશે અને તે અમદાવાદના નાણાકીય હબના માધ્યમાં સ્થિત હશે. અમદાવાદમાં મિલકતની ખરીદી અંગે ટિપ્પણી કરતા, મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડના ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ મોતીલાલ ઓસવાલએ કહ્યું, “આ ખરીદી ભારતના સમૃદ્ધ ફાઇનાન્સિયલ હબ, અમદાવાદમાં અમારા ઝડપી વિસ્તરણ પાછળના મુખ્ય વ્યવસાય-કેન્દ્રિત નિર્ણયને દર્શાવે છે. આ ગતિશીલ શહેરમાં મુખ્ય મિલકતનું સંપાદન, જેને 'ધ મોતીલાલ ઓસવાલ ટાવર3' તરીકે ઓળખવામાં આવે છે, તે વ્યૂહાત્મક રીતે અમને અમદાવાદના નાણાકીય કેન્દ્રના મધ્યમાં સ્થાન આપે છે.
આ પગલું સ્થાનિક ગ્રાહક આધારને સેવા આપવા અને સ્થાનિક પ્રતિભાને વિકસાવવા તેમજ અમારા ગુજરાત સ્થિત ગ્રાહકોને ઉન્નત સેવાઓ પ્રદાન કરવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે.” મોતીલાલ ઓસવાલ ટાવર 3 એ એક વિશાળ મિલકત છે જે 2270 ચોરસ મીટરના પ્લોટ વિસ્તારમાં ફેલાયેલ છે , અને જેનો કુલ નિર્મિત ક્ષેત્ર 1 લાખ ચોરસ ફીટથી વધુ છે. ટાવરમાં 12 માળ અને બે બેઝમેન્ટ હશે, જે 130 થી વધુ કાર અને 200 બાઇક માટે પૂરતી પાર્કિંગ જગ્યા પૂરી પાડશે. આ ટાવર બધાને અનુકૂળ રહે તે રીતે જગ્યા નક્કી કરેલ છે અને એરપોર્ટથી માત્ર 25 મિનિટ અને રેલવે સ્ટેશનથી 20 મિનિટના અંતરે છે. નજીકનું મેટ્રો સ્ટેશન ફક્ત 1.5 કિલોમીટર દૂર છે. હયાત અને તાજ જેવી લક્ઝરી હોટલ ટાવરની નજીક છે.
મોતીલાલ ઓસવાલ છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં તેના વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોની શાખાઓ અને પેટાકંપનીઓ ધરાવે છે. મોતીલાલ ઓસ્વાલ ટાવર 3ના પૂર્ણ થયા પછી, મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસીસની તમામ વ્યવસાયિક ક્ષેત્રોની તમામ મુખ્ય શાખાઓ અને કચેરીઓ ટાવર પર ખસેડવામાં આવશે.
મુંબઈમાં મુખ્ય મથક સાથે, મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસીસ શાખાઓ દ્વારા 2500 કેન્દ્રો ધરાવે છે. કંપનીએ મુખ્ય શહેરોમાં વિસ્તારવાનું નક્કી કર્યું છે અને અન્ય શહેરોમાં ઓફિસો ખોલવાની યોજના બનાવી છે. કંપનીએ પહેલેથી જ બેંગલુરુમાં મોતીલાલ ઓસ્વાલ ટાવર 2 સાથે તેની ઉપસ્થિતિ દર્શાવી છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.