મોટોરોલાએ આજે સેગમેન્ટમાં મોટો g64 5G પ્રસ્તુત કર્યો
ભારતની શ્રેષ્ઠ 5G સ્માર્ટફોન બ્રાન્ડ મોટોરોલાએ આજે સેગમેન્ટમાં અગ્રણી 5G સ્માર્ટફોન મોટો g64 5G પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી.
નવી દિલ્હી : ભારતની શ્રેષ્ઠ## 5G સ્માર્ટફોન બ્રાન્ડ## મોટોરોલાએ આજે સેગમેન્ટમાં અગ્રણી# 5G સ્માર્ટફોન મોટો g64 5G પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. મોટો g64 5G વિશ્વનાં પ્રથમ મીડિયાટેક™ ડાઇમેન્સિટી 7025 પ્રોસેસર અને સેગમેન્ટની શ્રેષ્ઠ 6000mAh બેટરી અને ક્વાડ પિક્સેલ ટેકનોલોજી સેગમેન્ટનાં અગ્રણી શેક ફ્રી 50MP OIS કેમેરા સાથે 15,000 રૂપિયાથી ઓછી કિંમતનાં સ્માર્ટફોન બજારમાં પરિવર્તન લાવશે. આ ફોનની કિંમત ફક્ત રૂ. 14,999 (ઓફર્સ સહિત રૂ. 13,999) છે. અગ્રણી પ્રોસેસર, બેટરી અને કેમેરા ઉપરાંત આ સ્માર્ટફોન એના સેગમેન્ટમાં ફીચર સેગમેન્ટનાં શ્રેષ્ઠ ઇન-બિલ્ટ 12GB RAM + 256GB સ્ટોરેજ સ્માર્ટફોનની કિંમત ફક્ત રૂ. 16,999 (ઓફર્સ સહિત રૂ. 15,999) છે.
મોટો g64 5Gને વિશ્વની પ્રથમ મીડિયા ટેક ડાઇમેન્સિટી 7025 પ્રોસેસર, પાવરફૂલ ઓક્ટા-કોર પ્રોસેસર પર ગર્વ છે, જે 2.5GHz સુધી ફ્રીક્વન્સી ઓફર કરે છે. આ અસાધારણ ઝડપી પ્રોસેસર અતિ ઝડપી કામગીરીની ક્ષમતા ધરાવે છે. આ વપરાશકર્તાઓને તેમના ઉપકરણનો સૌથી વધુ ઉપયોગ કરવાની તથા અવરોધો વિના ગેમિંગનો અનુભવ મેળવવાની અને સરળતાપૂર્વક વીડિયો જોવાની તેમ જ શ્રેષ્ઠ નાઇટ લાઇટ ફોટોગ્રાફી માટે મીડિયાટેક દ્વારા પાવર્ડ એની લેટેસ્ટ ઇમેજિક્યુ ટેકનોલોજી સાથે ફોટોગ્રાફીનો શ્રેષ્ઠ અનુભવ મેળવવાની સુવિધા આપે છે. વળી સેગમેન્ટમાં VoNR સાથે 14 5G બેન્ડ્સ અને 4X4 MIMO અને 3 કેરિયર એગ્રીગેશન સાથે એના અતિ ઝડપી 5G પાવર્ડ સાથે વપરાશકર્તાઓ બેટરીની લાઇફની ચિંતા કર્યા વિના અતિ ઝડપથી ગેમ્સ અને ફિલ્મો ડાઉનલોડ કરી શકે છે.
આ લોંચ પર ટિપ્પણી કરતાં કંપનીનાં ભારતનાં મોબાઇલ બિઝનેસ ગ્રૂપનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ટી એમ નરસિમ્હને કહ્યું હતું કે, "આ લોંચ અતિ પરિવર્તનકારક કિંમત પર સેગમેન્ટમાં પ્રથમ ફોન ભારતીય ઉપભોક્તાઓને પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતાનું પ્રતીક છે, જે તમામને ટેકનોલોજી સુલભ કરવાનાં અમારાં વિઝન સાથે ખરાં અર્થમાં સુસંગત છે. મોટો g64 5G એક ઉત્પાદન છે, જેની ડિઝાઇન ખાસ કરીને ભારતીય બજાર માટે બનેલી છે અને સેગમેન્ટની શ્રેષ્ઠ કામગીરી, આધુનિક બેટરી, કેમેરા અને મનોરંજનનાં અનુભવ સાથે સજ્જ છે. આ લોંચ સાથે અમે ભારતીય સ્માર્ટફોન બજારમાં હાલની ઓફરથી વધારે ઓફર રજૂ કરી છે, જે વ્યક્તિઓને સ્માર્ટફોનનાં અનુભવ લેવા અને અભૂતપૂર્વ રીતે જોડાણ સાધવા સક્ષમ બનાવે છે.”
MIVI સુપરપોડ્સ કોન્સર્ટો કયા પ્રકારના ઇયરબડ્સ છે? ઇયરબડ્સની ડિઝાઇન, સાઉન્ડ ક્વોલિટી, ફીચર્સ, બેટરી લાઇફ, પર્ફોર્મન્સ અને કિંમત વિશે સંપૂર્ણ વિગતો અહીં ઉપલબ્ધ થશે. શું આ ઇયરબડ્સ આ બજેટ સેગમેન્ટમાં ઉપલબ્ધ અન્ય ઇયરબડ્સ સાથે સ્પર્ધા કરી શકે છે?
OnePlus Nord 4 ની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. કંપનીએ આ OnePlus સ્માર્ટફોનને ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે - 8GB RAM + 128GB, 8GB RAM + 256GB અને 12GB RAM + 256GB. આ ફોન ત્રણ રંગ વિકલ્પોમાં ખરીદી શકાય છે - મર્ક્યુરિયલ સિલ્વર, ઓએસિસ ગ્રીન અને ઓબ્સિડિયન મિડનાઈટ.
Nothing CMF Phone 2 ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. નથિંગનો આ સ્માર્ટફોન ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. ઉપરાંત, કંપનીએ ફોનનો ટીઝર વીડિયો પણ બહાર પાડ્યો છે.