રાજપીપળા ટાઉનહોલ ખાતે નગરપાલિકા કર્મચારીઓએ પાલિકા પ્રમુખ અને સદસ્યોનું સન્માન
દસ વર્ષથી અટવાયેલા કર્મચારીઓનાં ઈપીએફ નાં નાણાં પાલિકા પ્રમુખ અને તેમની ટીમ નાં પ્રયાસો થી મળવા બાબતે સન્માન કરાયું
રાજપીપળા : નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરપાલિકા નાં કર્મચારીઓ એ ૧૫ મી ઓગષ્ટે એક અનોખો કાર્યક્રમ કર્યો જેમાં દર વર્ષે પાલિકા દ્વારા કર્મચારીઓનું સન્માન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે કર્મચારીઓ એ પાલિકા પ્રમુખ અને સદસ્યો નું સન્માન કર્યું હતું.
રાજપીપળા નાં સરદાર ટાઉનહોલમાં નગરપાલિકાનાં કર્મચારીઓ એ તેમના દસ વર્ષથી અટવાયેલા ઈપીએફ નાં નાણાં પાલિકા યુવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને પાલિકા સદસ્યો તેમજ મુખ્ય અઘિકારી રાહુલ ઢોડિયા નાં સહિયારા પ્રયાસો થી આ વર્ષે પરત મળ્યા હોય આં નાણાં ની કર્મચારીઓ એ આશા રાખી ન હતી પરંતુ આટલા વર્ષો બાદ પણ પાલિકાની હાલની બોડી દ્વારા નાણાં મળતાં કર્મચારીઓ ખુબ ખુશ થયા હતા અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવા સ્વાતંત્ર્ય દિને ટાઉનહોલ ખાતે કર્મચારીઓ એ પાલિકા ની આ ટીમનો સન્માન સમારંભ યોજી તમામ નું સન્માન કર્યું હતું.
આ તબક્કે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે સૌ કર્મચારીઓ ની કામગીરી ને બિરદાવી તેમનો પણ આ સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના ગીરનારમાં આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ આગેવાની અંગે મહત્વનો વિવાદ ઉભો થયો છે.