રાજપીપળામાં 104 વર્ષ બાદ મહારાજા વિજયસિંહજીએ બનાવેલ બેન્ડ સ્ટેન્ડમાં મ્યુઝિક ગુંજી ઊઠશે
104 વર્ષ પહેલા 1920માં યુવરાજ માનવેન્દ્રસિંહના પરદાદા મહારાજા વિજયસિંહજી દ્વારા બનાવેલ બેન્ડ સ્ટેન્ડ કે જ્યાં સંગીત સુરાવલી જામતી હતી એ બેન્ડ સ્ટેન્ડને પુનઃ જીવિત કરવા વર્ષો પછી પ્રથમવાર યું.એસ.એનું સુરભી ઓન સોંબલ ગ્રુપ મ્યુઝિકલ બેન્ડ દેશમાં પ્રથમવાર મ્યુઝિકની રમઝટ આજે બોલાવશે.
ભરત શાહ, નર્મદા : તા. ૧૮ રજવાડી નગરી રાજપીપળા ના ગાર્ડન મહારાજા વિજયસિંહજી દ્વારા બનાવેલ ખાસ બેન્ડ સ્ટેન્ડ માં તે જમાનામાં રાજવી બેન્ડ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન થતું હતું. વગર માઇક્રોફોને ગીત ગાઇ તો પડઘા પડે એ જાણે માઈકમાં ગાતા હોય તેવો અવાજ આવતો હોય એવા બેન્ડ સ્ટેન્ડ સમય જતા સરકાર હસ્તક આવતા સંગીત સુરાવલી બંધ થઈ ગઈ. અને માત્ર સ્ટેન્ડ બની ને રહી ગયું. રજવાડી બેન્ડ સ્ટેન્ડ હવે હેરિટેજ તરીકે ઓળખાવા લાગ્યું, હાલ રાજપીપળા નગરપાલિકા જેની દેખરેખ રાખી રહી છે.
104 વર્ષ પહેલા 1920 માં યુવરાજ માનવેન્દ્રસિંહ ના પરદાદા મહારાજા વિજયસિંહજી દ્વારા બનાવેલ બેન્ડ સ્ટેન્ડ કે જ્યાં સંગીત સુરાવલી જામતી હતી એ બેન્ડ સ્ટેન્ડ ને પુનઃ જીવિત કરવા વર્ષો પછી પ્રથમવાર યું.એસ.એ નું સુરભી ઓન સોંબલ ગ્રુપ મ્યુઝિકલ બેન્ડ દેશમાં પ્રથમવાર મ્યુઝિકની રમઝટ આજે બોલાવશે. સમગ્ર કાર્યક્રમ નુ ઇન્ટેક્ટ ચેપ્ટર ના કન્વીનર યુવરાજ માનવેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ ક્લચર હેરિટેજ દ્વારા આવા હેરિટેજ બિલ્ડિંગો સુરક્ષિત રાખવા જાગૃતિ અને અન્ય કાર્યક્રમો કરતા થાય છે.રાજપીપળા ના વિનાયક રાવ ગાર્ડન ખાતે આવેલ હેરિટેજ બેન્ડ સ્ટેન્ડ માં વિદેશી ગ્રુપ સુરભી ઓનસોબલ ગ્રૂપ દ્વારા સંગીત દ્વારા વિશ્વને એક સાથે લાવવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે સાંજે 7 કલાકે આ કાર્યકમ માં ખુબ મોટી સંખ્યા માં શહેરના આગેવાનો અને શહેરના લોકો ની હાજરીમાં મ્યુઝિકલ શો ની રમઝટ જામશે.
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.