મુથૂટ ફાઇનાન્સે કોર્પોરેટ બોન્ડ “ઇશ્યૂઅર ઓફ ધ યર - પબ્લિક ઇશ્યૂઅન્સ” માટે એસોચેમ એવોર્ડ જીત્યો
ભારતની સૌથી મોટી ગોલ્ડ લોન એનબીએફસી મુથૂટ ફાઇનાન્સ લિમિટેડને એસોચેમ દ્વારા આયોજિત છઠ્ઠી નેશનલ સમિટ એન્ડ એવોર્ડ્સ કોર્પોરેટ બોન્ડ માર્કેટ 2023માં પ્રતિષ્ઠિત
“ઇશ્યૂઅર ઓફ ધ યર - પબ્લિક ઇશ્યૂઅન્સ” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ભારતની સૌથી મોટી ગોલ્ડ લોન એનબીએફસી મુથૂટ ફાઇનાન્સ લિમિટેડને એસોચેમ દ્વારા આયોજિત છઠ્ઠી નેશનલ સમિટ એન્ડ એવોર્ડ્સ કોર્પોરેટ બોન્ડ માર્કેટ 2023માં પ્રતિષ્ઠિત “ઇશ્યૂઅર ઓફ ધ યર - પબ્લિક ઇશ્યૂઅન્સ” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારતીય બોન્ડ માર્કેટ નોંધપાત્ર મૂડી ખેંચે તેવી અપેક્ષા છે, ખાસ કરીને 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રને પ્રોત્સાહન આપવા. એસોચેમની કોર્પોરેટ બોન્ડ માર્કેટ પર નેશનલ સમિટ અને એવોર્ડ્સની છઠ્ઠી એડિશનનો ઉદ્દેશ્ય સમાવેશક વૃદ્ધિ અને ટકાઉ વિકાસના મોડલને તેમજ સમાજ અને વ્યવસાય માટે એકસાથે મૂલ્ય સર્જન માટેના નવીન અભિગમોને ઓળખવા, પુરસ્કાર આપવા અને ઉજવણી કરવાનો છે.
પેઢીઓથી મુથૂટ ફાઇનાન્સે તેના વિવિધ રોકાણકારોને નાણાં અને આવકનો વૈકલ્પિક સ્ત્રોત પૂરો પાડ્યો છે. કોર્પોરેટ બોન્ડ ‘ઇશ્યૂઅર ઓફ ધ યર – પબ્લિક ઇશ્યૂઅન્સ’ એવોર્ડ જાહેર ઇશ્યૂ દ્વારા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)ના રિટેલ મોબિલાઇઝેશન હાથ ધરવા માટે મુથૂટ ફાઇનાન્સના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપે છે. છેલ્લા 12 વર્ષોમાં, મુથુટ ફાઇનાન્સે સફળતાપૂર્વક એનસીડીના 31 પબ્લિક ઇશ્યૂની જાહેરાત કરી છે, જેમાં રિટેલ રોકાણકારો પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરીને રૂ. 20,000 કરોડ એકત્રિત કર્યા છે. કંપનીએ તેના રોકાણકારોને આકર્ષક વળતર દર સાથે ઇકરા દ્વારા AA+/સ્થિર રેટેડ એનસીડી પ્રદાન કરીને તેમની સલામતીને પ્રાથમિકતા આપી છે. બોન્ડ ઇશ્યૂ કરવાની કામગીરી હંમેશા મુખ્યત્વે રિટેલ રોકાણકારોને સશક્ત કરવા અને તેમના રોકાણના પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કરવા માટે નક્કર માર્ગ પ્રદાન કરવા પર કેન્દ્રિત છે.
આ સિદ્ધિ અંગે મુથૂટ ફાઇનાન્સના એમડી શ્રી જ્યોર્જ એલેક્ઝાન્ડર મુથુટે જણાવ્યું હતું કે, “અમે એસોચેમ દ્વારા પ્રતિષ્ઠિત કોર્પોરેટ બોન્ડ ‘ઇશ્યૂઅર ઓફ ધ યર - પબ્લિક ઇશ્યૂઅન્સ’ એવોર્ડ પ્રાપ્ત કરીને પ્રસન્ન અને આભારી છીએ. આ માન્યતા અમારા 2 લાખથી વધુ દૈનિક ગ્રાહકો અને 1 લાખથી વધુ રિટેલ રોકાણકારો, જેઓ અમારી મુસાફરીનો અભિન્ન ભાગ છે, તેમને ઉત્તમ સેવા પ્રદાન કરવા માટેના અમારા સમર્પણને દર્શાવે છે. 5800થી વધુ શાખાઓ સાથે સમગ્ર દેશમાં વ્યાપક હાજરી દ્વારા અ પેઢીઓથી લોકોનો નોંધપાત્ર વિશ્વાસ મેળવવામાં સફળ થયા છીએ. અમે અમારા ઇશ્યૂને સફળ બનાવવામાં તેમના અતૂટ સમર્થન માટે ગ્રાહકો, રોકાણકારો, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ, ડિબેન્ચર ટ્રસ્ટીઓ, રજિસ્ટ્રાર, બેંકર્સ, ઇન્વેસ્ટમેન્ટ બેંકર્સ, બ્રોકર્સ અને કર્મચારીઓ સહિત અમારા તમામ હિતધારકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ સિદ્ધિ પર અમને ખૂબ ગર્વ છે અને દેશમાં નાણાંકીય સમાવેશ માટે વારસો બનાવવાનો અમારો પ્રયાસ ચાલુ રહેશે.”
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.