નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટનો આઇપીઓ મંગળવાર, 9 મેનાં રોજ ખૂલશે
પ્રતિ યુનિટ રૂ.95થી રૂ.100નો પ્રાઇસ બેન્ડ, શેરબજાર પર યુનિટના લિસ્ટિંગ બાદ ભારતનું પ્રથમ પબ્લિકલી લિસ્ટેડ કન્ઝમ્પ્શન સેન્ટર REIT બનવાની સંભાવના
અમદાવાદ : 17 બેસ્ટ-ઇન-ક્લાસ ગ્રેડ A અર્બન કન્ઝમ્પ્શન સેન્ટર્સ, બે કોમ્પ્લિમેન્ટરી હોટલ એસેટ અને ત્રણ ઓફિસ એસેટ ધરાવતી ભારતનાં સૌથી મોટા કન્ઝમ્પ્શન સેન્ટર (સ્રોતઃ CBRE રિપોર્ટ, કમ્પ્લિટેડ એરિયા પ્રમાણે)પોર્ટફોલિયોની માલિક નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ 9 મેનાં રોજ રૂ. 3200 કરૉડનો આઇપીઓ લાવી રહી છે.
વિનફોર્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (બ્લેકસ્ટોન ફન્ડ્સનો પોર્ટફોલિયો) નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટની સ્પોન્સર છે અને નેક્સસ સિલેક્ટ મોલ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ મેનેજર છે, જ્યારે એક્સિસ ટ્રસ્ટી સર્વિસિસ લિમિટેડ ટ્રસ્ટી છે. પબ્લિક ઓફરમાં રૂ. 1400 કરોડ (‘’ફ્રેશ ઇશ્યુ”) સુધીનાં યુનિટ્સનાં ફ્રેશ ઇશ્યુઅન્સ અને સેલિંગ યુનિટધારકો દ્વારા રૂ.1800 કરોડનાં યુનિટ વેચાણની ઓફર (‘ઓફર ફોર સેલ’ અને ફ્રેશ ઇશ્યુ સાથે ‘ઓફર’)નો સમાવેશ થાય છે.
ઓફર માટેની પ્રાઇસ બેન્ડ પ્રતિ યુનિટ રૂ. 95થી રૂ. 100 નક્કી કરવામાં આવી છે. બિડ/ઓફર ગુરૂવાર, 11મેનાં રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર પિરિયડ બિડ/ઓફર ખુલવાની તારીખનાં એક દિવસ પહેલાં એટલે કે 8 મે રહેશે. બ્લેકસ્ટોનના એશિયા પેસિફિક ચેરમેન અને રિયલ એસ્ટેટ હેડ ક્રિસ હેડીએ જણાવ્યું હતું કે, “અમે ભારતનું પ્રથમ રિયલ એસ્ટેટ ફોકસ્ડ REIT લોંચ કરતા રોમાંચ અનુભવીએ છીએ. તે ભારત પ્રત્યે બ્લેકસ્ટોનની પ્રતિબધ્ધતા દર્શાવે છે. જ્યાં અમે 15 કરતાં વધુ વર્ષથી મજબૂત હાજરી ઊભી કરી છે અને તેનાં પ્રથમ બે REITsનાં લોંચમાં ભાગ લીધો હતો.”
નેક્સસ સિલેક્ટ મોલ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દલિપ સેહગલે જણાવ્યું હતું કે, “નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ ભારતનું સૌથી મોટું મોલ પ્લેટફોર્મ છે અને ભારતમાં વપરાશ આધારિત વૃધ્ધિનો લાભ લેવા માટે સુસજ્જ છે. અમે ભારતની રિટેલ યાત્રામાં મોખરે રહેવા બદલ રોમાંચિત છીએ.”
ઓફરનાં બુક રનિંલ લીડ મેનેજર્સ છે BofA સિક્યોરિટીઝ ઇન્ડિયા લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, સિટીગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, IIFL સિક્યોરિટીઝ લિમિટેડ, જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, જેપી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, મોર્ગન સ્ટેન્લી ઇન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ અને એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.