દેશભરમાં વિદ્યાર્થીઓના સપના સાકાર કરવા નારાયણા દ્વારા NSAT 2024નો લોન્ચ સમારોહ
નારાયણા શૈક્ષણિક સંસ્થાઓએ ગર્વ સાથે નારાયણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ (NSAT 2024) ની 19મી આવૃત્તિ શરૂ કરવાની જાહેરાત કરી છે.
અમદાવાદ: નારાયણા શૈક્ષણિક સંસ્થાઓએ ગર્વ સાથે નારાયણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ (NSAT 2024) ની 19મી આવૃત્તિ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં રૂ. 1 કરોડ રોકડ સુધીના પુરસ્કાર પ્રાપ્ત કરી શકાશે. વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સુકતાપૂર્વક રાહ જોવાતી આ વાર્ષિક પરીક્ષાનો હેતુ સમગ્ર દેશમાં શૈક્ષણિક પ્રતિભાને પ્રેરણા આપી, પુરસ્કાર દ્વારા સમ્માનિત કરવાના છે. NSAT ધોરણ 5 થી 11 (વિજ્ઞાન) ના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાની તક આપે છે, જેમાં જ્ઞાન સહિત, વિવેચનાત્મક વિચારસરણી અને સમસ્યા હલ કરવાની કુશળતાનું પરીક્ષણ છે.
NSAT 2024 વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા પ્રેરે છે. 300 થી વધુ શહેરોમાં પહોંચીને, આ પરીક્ષા વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક કુશળતા દર્શાવવા માટે આવકારે છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને ફોર્મેટમાં ઉપલબ્ધ NSAT પરીક્ષા તમામ સહભાગીઓ માટે સુવિધા અને સુલભતા સુનિશ્ચિત કરે છે. NSAT ની લોકપ્રિયતા દર વર્ષે વધે છે. ગત વર્ષમાં 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ તેમનું શૈક્ષણિક સમર્પણ દર્શાવ્યું હતું. NSAT 2024નો ઉદ્દેશ્ય આ સંખ્યાઓને વટાવીને વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આકર્ષિત કરવાનો છે જે શૈક્ષણિક જગતમાં તેમની પ્રતિભા દર્શાવવા માટે તત્પર છે. ઑફલાઇન પરીક્ષાઓ 6ઠ્ઠી અને 20મી ઑક્ટોબર, 2024ના રોજ યોજાશે, જ્યારે ઑનલાઈન પરીક્ષાઓ ઑક્ટોબર 7 થી 11મી અને ઑક્ટોબર 14 થી 19મી, 2024 દરમિયાન લેવામાં આવશે.
ડૉ. પી. સિંધુરા અને શ્રીમતી પી. શરાણી, નારાયણ શૈક્ષણિક સંસ્થાઓના નિર્દેશકોએ તેમની ઉત્તેજના વ્યક્ત કરતા જણાવ્યું કે “NSAT 2024 ની 19મી આવૃત્તિ હજુ સુધીના અમારા NSAT માંની શ્રેષ્ઠ આવૃત્તિ છે. તે દેશભરમાં 3000 થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ સુધી પહોંચી તેમને તેમની કુશળતા દર્શાવવા માટે એક પરિચિત વાતાવરણ પ્રદાન કરશે. વિજ્ઞાન, ગણિત અને માનસિક ક્ષમતા જેવા વિષયોને આવરી લેતા NSAT જટિલ વિચારને પ્રોત્સાહિત કરે છે. આ પરીક્ષા દ્વારા 100% સુધીની શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે, જે લાયક વિદ્યાર્થીઓને નાણાકીય સહાય ઓફર કરી શકશે.
ચાર દાયકાના વારસા સાથે, નારાયણા શૈક્ષણિક સંસ્થાઓ દર વર્ષે નવા માપદંડો સ્થાપિત કરીને શિક્ષણના ક્ષેત્રમાં સતત ઉન્નતિ કરે છે. નારાયણા શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓને શૈક્ષણિક તેજસ્વીતા તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે, જેનાથી તેમના સપના પૂરા કરવામાં સક્ષમ બને છે, અને પોતાના ધ્યેય વાક્ય “તમારા
સપના એ જ અમારા સપના છે.” પ્રતિ કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.