નાદિર ગોદરેજને જીવન ગૌરવ પુરસ્કાર એવોર્ડથી સન્માનિત કરાયાં
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તથા ગોદરેજ એગ્રોવેટના ચેરમેન નાદિર ગોદરેજ તાજેતરમાં મહારાષ્ટ્ર સ્ટેટ મેંગો ગ્રોવર્સ એસોસિયેશન દ્વારા પ્રતિષ્ઠિત ‘જીવન ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સન્માન ભારતીય કૃષિ અને બાગાયત ક્ષેત્રોમાં તેમના અસાધારણ યોગદાનને ચિહ્નિત કરે છે.
મુંબઇ : ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તથા ગોદરેજ એગ્રોવેટના ચેરમેન નાદિર ગોદરેજ તાજેતરમાં મહારાષ્ટ્ર સ્ટેટ મેંગો ગ્રોવર્સ એસોસિયેશન દ્વારા પ્રતિષ્ઠિત ‘જીવન ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સન્માન ભારતીય કૃષિ અને બાગાયત ક્ષેત્રોમાં તેમના અસાધારણ યોગદાનને ચિહ્નિત કરે છે.
આ સન્માન પ્રાપ્ત કરતાં ગોદરેજે કહ્યું હતું કે, “ગોદરેજ ખાતે અમે દેશના કૃષિ ક્ષેત્રની પ્રગતિમાં યોગદાન આપતાં અમારી જાતને ભાગ્યશાળી ગણીએ છીએ. અમારા લાંબા સમયથી ચાલતા પ્રયાસો ભારત અને તેના કૃષિ સમુદાય પ્રત્યે અમારી અતૂટ કટીબદ્ધતાને દર્શાવે છે તથા અમે આપણા દેશના શ્રેષ્ઠ હીતોની સેવા કરવા સતત પ્રયત્નશીલ રહેવા પ્રતિબદ્ધ છીએ. હું ખેડૂતોના વિશાળ
સમુદાય, અમારી સમર્પિત ગોદરેજ ટીમ તથા મહારાષ્ટ્ર સ્ટેટ મેંગો ગ્રોવર્સ એસિસોયેશનનો આ એવોર્ડથી સન્માન કરવા બદલ આભાર વ્યક્ત કરું છું.”
મહારાષ્ટ્ર સ્ટેટ મેંગો ગ્રોવર્સ એસોસિયેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ એક સમારોહથી વિશિષ્ટ હતો. તેમાં કૃષિક્ષેત્રના અગ્રણી અને પ્રગતિશીલ ખેડૂતો એકત્રિત થયાં હતાં. તેનો હેતુ ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો કરવાના પ્રયાસો વિશે વિચાર-વિમર્શ તથા પુષ્કળ લણણીની ઉજવણી કરવાનો હતો. આ પ્રસંગે સમગ્ર મહારાષ્ટ્રના પ્રતિષ્ઠિત મહાનુભાવો
અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં એનએસઇના એમડી અને સીઇઓ આશિષ કુમાર ચૌહાણ, મહારાષ્ટ્ર સ્ટેટ મેંગો ગ્રોવર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ચંદ્રકાંત મોકલ, એફએમસી ઇન્ડિયા લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર રાજુ કપૂર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.