લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ઇલાબેન નીનામા અને ઉપપ્રમુખ તરીકે ગમીરભાઈ પરમારના નામ જાહેર
લીમખેડા તાલુકા પંચાયતની ચૂંટણી લીમખેડા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાય હતી જેમાં પાર્ટીના મેન્ડેટના આધારે પ્રમુખ તરીકે ઇલાબેન બાલમુકુંદ કુમાર નીનામા તેમજ ઉપપ્રમુખ તરીકે સાયબા ભાઈ ગમીરભાઈ પરમાર ની વરણી થતા ભાજપ કાર્યકરો તેમજ પદાધિકારીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.
લીમખેડા તાલુકા પંચાયતના આગામી અઢી વર્ષના શાસન માટે પ્રમુખ ઉપપ્રમુખ ના નામ જાહેર કર્યા પ્રમુખ ઉપપ્રમુખની વર્ણી થતા ઉપસ્થિત ભાજપ કાર્યકરો તેમ જ પદાધિકારીઓમાં ખુશીનું મોજુ ફરી મળ્યું હતું. આજરોજ લીમખેડા તાલુકા પંચાયતની ચૂંટણી લીમખેડા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાય હતી જેમાં પાર્ટીના મેન્ડેટના આધારે પ્રમુખ તરીકે ઇલાબેન બાલમુકુંદ કુમાર નીનામા તેમજ ઉપપ્રમુખ તરીકે સાયબા ભાઈ ગમીરભાઈ પરમાર ની વરણી થતા ભાજપ કાર્યકરો તેમજ પદાધિકારીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. અત્રે યોજાયેલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી રમેશભાઈ મીનામા પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન મંગુભાઈ મુણીયા મહામંત્રી અનિલભાઈ શાહ પપ્પુ શેઠ ભાજપના પદાધિકારીઓ તેમજ તાલુકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લીમખેડા તાલુકા પંચાયતના નવનિર્મિત પ્રમુખ ઇલાબેન બાલમુકુંદ કુમાર નીનામા એ જણાવ્યું હતું કે તાલુકાના વિકાસના કામોમાં કોઈ કસર નહીં છોડવામાં આવે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
લીમખેડા તાલુકા પંચાયતના પંટાગણ મા ડીજેના તાલ સાથે ફટાકડા ફોડી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારબાદ તાલુકા પંચાયત કચેરીથી સર્કિટ હાઉસ ઝાલોદ રોડ ઉપર સમર્થકો સાથે ડીજેના તાલે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ભાજપના કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો
તાલુકા ભાજપના હોદ્દેદારોએ નવનિર્મિત પ્રમુખ અને ઉપપ્રમુખને ફુલહાર ચડાવી મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.