જીયોરપાટી ગામે 6 વર્ષિય માસુમ બાળા સાથે બદકામ કરનાર નરાધમ ને અદાલતે 20 વર્ષ ની સજા ફટકારી
માસુમ બાળા અન્ય બાળકો સાથે રમતી હતી તેને પટાવી ફોસલાવી આ નરાધમે પોતાના ઘરે બોલાવી શારીરિક છેડછાડ કરી બદકામ કર્યું. રાજપીપળાની અદાલતે ભોગવનારને રૂપિયા એક લાખનું વળતર ચુકવવા પણ આદેશ કર્યો.
રાજપીપળા : નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે આવેલ જીયોરપાટી ગામ ખાતે 6 વર્ષિય માસુમ બાળકી સાથે બદકામ કરનાર જીયોરપાટીના નરાધમને રાજપીપળાની નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ની અદાલતે આ ગુના માં 20 વર્ષ ની સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.
રાજપીપળા કોર્ટ માં ચાલેલા કેસના આરોપી ઝાકીરશા ઉર્ફે જાકો ગુલુશા ઉર્ફે ગુલાબશા દિવાન રહે. જીઓરપાર્ટી દુધડેરીવાળુ ફળીયુ, તા.નાંદોદ જી.નર્મદા એ સગીર વયની બાળકી જીયોરપાટી ગામે મહોલ્લામાં રોડ ઉપર બીજા બાળકો સાથે રમતી હોય હવસખોર આરોપી ઝાકીરશા ઉર્ફે જાકો ગુલાબશા દિવાનનો બીજા બાળક ને દુકાને મોકલી આ બાળકીને તેના ઘરે બોલાવી દરવાજો અંદરથી બંધ કરી શારીરિક અડપલાં કરી બળાત્કાર કરી ભાગી ગયો હતો,આ બનાવની જાણ બાળકીના પરિવારજનો ને થતાં પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ. સીદ્દીકીની કોર્ટમાં ચાલી જતાં ફરીયાદી તરફથી જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ પુરાવાઓ અને ધારદાર દલીલો રજૂ કરતા કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખી ઈ.પી.કો. કલમ–૩૭૬(એ)(બી) મુજબ ગુનેગાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને રૂ.૫૦૦૦/– નો દંડ તેમજ પોકસો એકટ કલમ-૪ મુજબ ગુનેગાર ઠેરવી ૭ વર્ષની સખત કેદ અને રૂ.૫૦૦૦/– નો દંડ તેમજ પોકસો એકટ કલમ-૬ મુજબના ગુનામાં પણ ગુનેગાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદ અને રૂ.પ૦૦૦/– નો દંડની સજાનો હુકમ કર્યો છે આમ આ હવસખોર ને કુલ 20 વર્ષની સજા અને ભોગ બનનાર ને રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા નો હુકમ કર્યો છે.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.