તમારા સપનાઓને સાકાર કરવા, નારાયણા હવે અમદાવાદમાં
યુવા મહત્વાકાંક્ષીઓના સપનાને સાકાર કરવા માટેની કટિબદ્ધતા સાથે નારાયણા એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટે ગૌરવપૂર્ણ રીતે અમદાવાદ, ગુજરાત ખાતે પોતાની નવી શાખાના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે.
યુવા મહત્વાકાંક્ષીઓના સપનાને સાકાર કરવા માટેની કટિબદ્ધતા સાથે નારાયણા એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટે ગૌરવપૂર્ણ રીતે અમદાવાદ, ગુજરાત ખાતે પોતાની નવી શાખાના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. દેશના દરેક જિલ્લામાં પોતાની હાજરી હોય તે ઉદ્દેશ્યને અનુસરીને, નારાયણા હવે અમદાવાદમાં પણ છે જે વિદ્યાર્થીઓને તેમના IIT-JEE/NEET/ ઓલિમ્પિયાડના સપના પૂરા કરવા સક્ષમ બનાવે છે. ગુજરાતમાં આ નારાયણાની ચોથી શાખા હશે.
45 વર્ષના શ્રેષ્ઠત્તમ વારસા સાથે, નારાયણા આજના તિશીલ (ડાયનેમિક) વિશ્વમાં વિદ્યાર્થીઓ વિવિધ પડકારોનો સામનો કરે છે તેને સમજે છે. નારાયણાનો અભિગમ, છેલ્લા 4થી વધુ દાયકાઓમાં વધુ સુદ્ઢ કરેલ છે, જેના કારણે પ્રક્રિયા આધારિત વ્યવસ્થા (પ્રોસેસ ડ્રિવન સિસ્ટમ) ઉભી થઇ છે, જે હાલની જરૂરિયાતો મુજબ અનુરૂપ છે.
સિસ્ટમમાં કન્સેપ્ટ, ડેફિનેશન ફોર્મ્યુલા (CDF) જેવી નવીન કનીકોનો સમાવેશ કરેલ છે, જે જટિલ સમસ્યાઓનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ ઊંડી વૈચારિક સમજ, જટિલ વિચારણા અને કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે. આ ઉપરાંત, R&D ટીમ દ્વારા ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવેલ માઇક્રો શેડ્યૂલ્સની મદદથી વિદ્યાર્થીઓ જરૂરી વિષયોના વ્યાપક કવરેજને સુનિશ્ચિત કરીને તેમના અભ્યાસના સમયને કાર્યક્ષમ અને શ્રેષ્ઠ બનાવે છે. વધુમાં નારાયણાની શિક્ષણ પદ્ધતિ પ્રદર્શન મૂલ્યાંકન, સતત પ્રતિસાદ અને પ્રોત્સાહન પર ભાર મૂકે છે, જે JEE, NEET અને ઓલિમ્પિયાડ્સ જેવી અદ્વિતીય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીનો પાયો છે.
નારાયણાની સફળતાનો અભિન્ન અંગ તેની અત્યાધુનિક ટેક્નોલોજી છે, જેનું ઉદાહરણ છે તેની પોતાની શિક્ષણ એપ્લિકેશન ‘nLearn’ છે. આ ટેક્નોલોજી સક્ષમ પ્લેટફોર્મ શિક્ષકોને વિદ્યાર્થીઓની પ્રગતિની નજીકથી દેખરેખ રાખવા માટે સશક્ત બનાવે છે, અને વિદ્યાર્થીઓને તેમના સાથીદારોની તુલનામાં પોતાની કામગીરીનું શ્રેષ્ઠ મૂલ્યાંકન કરવાની તક આપે છે.
શાખાના ઉદ્ઘાટન સમયે નારાયણા એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટના પ્રેસિડેન્ટ(પ્રમુખ), શ્રી પુનીત કોથાપાએ કહ્યું કે “ પાછલા દાયકાઓમાં આપણી સંસ્થાએ સતત રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સપનાઓ પુરા કર્યા છે, અને આ વર્ષ પણ અલગ નથી. નારાયણા તાજેતરમાં પૂર્ણ થયેલા JEE મેઈન 2024 સત્ર 1નાં પરિણામોમાં ભારતમાં ટોચની કામગીરી કરતી સંસ્થા તરીકે ઉભરી આવી છે, જેમાં સૌથી વધુ સંખ્યામાં પરફેક્ટ સ્કોરર તૈયાર થયાં છે. ઉદા. 6 અને 100 પર્સેન્ટાઈલ હાંસલ કરનારા, ઉદા. 8, એક જ સંસ્થામાંથી આવ્યા છે”.
અમદાવાદઃ શહેરમાં દારૂના નશામાં ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ચાલુ છે, જેના કારણે અમદાવાદ પોલીસને ગાંધીનગરની સૂચનાને પગલે કડક પગલાં લેવા માટે સંકેત આપવામાં આવ્યો છે. એક રાત લાંબી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે માંગમાં વધારો થતાં ફૂલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ધોળકા, ખેડા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવે છે
રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો થતાં સમગ્ર ગુજરાતમાં શિયાળો મક્કમપણે બેસી ગયો છે. ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.