નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક ૩૦મી જુલાઈએ યોજાશે
નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં તા.૩૦મી જુલાઈ- ૨૦૨૪ને મંગળવારના રોજ બપોરે ૦૪:૩૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે.
રાજપીપલા :નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં તા.૩૦મી જુલાઈ- ૨૦૨૪ને મંગળવારના રોજ બપોરે ૦૪:૩૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે.
આ બેઠકમાં પુરવઠા અંગે નિયમિતતા અને તપાસણી, જિલ્લા/તાલુકાવાર યોજનાવાર રેશનકાર્ડ, જાહેર વિતરણ યોજના હેઠળ નર્મદા જિલ્લામાં થયેલું વિતરણ, મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુકક્ષા અધિકારીશ્રીઓની કચેરી ભરૂચ/નર્મદા દ્વારા કરવામાં આવેલી કામગીરી, ડેઝીન્ગ્રેટેડ ઓફિસર ખોરાક અને ઔષધિ નિયમનતંત્ર ભરૂચ તરફ્થી ફુડ સેફ્ટી એંન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ કરવામાં આવેલ કામગીરી, ગ્રાહક સુરક્ષાના કેસોની સમીક્ષા કરવામાં આવશે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.