રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા યોજાઈ
ભારત દેશના શૌર્ય, સંસ્કૃતિ સમૃદ્ધિ અને સ્વાભિમાનના પ્રતિક એવા રાષ્ટ્રધ્વજના સન્માનમાં માતૃભૂમિના ગૌરવ સમા તિરંગા સાથે રાજપીપલા નગરપાલિકાના ભિલરાજા સર્કલ ખાતેથી જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા ગૌરવભેર પ્રારંભાઈ હતી.
રાજપીપલા: ભારત દેશના શૌર્ય, સંસ્કૃતિ સમૃદ્ધિ અને સ્વાભિમાનના પ્રતિક એવા રાષ્ટ્રધ્વજના સન્માનમાં માતૃભૂમિના ગૌરવ સમા તિરંગા સાથે રાજપીપલા નગરપાલિકાના ભિલરાજા સર્કલ ખાતેથી જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા ગૌરવભેર પ્રારંભાઈ હતી. તિરંગા યાત્રામાં પોલીસ જવાનોની બેન્ડની ટુકડી, આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટુકડી અને સંપૂર્ણ રેલીમાં "હર હાથ" તિરંગો નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
તિરંગાના રંગે રંગાયેલી આ યાત્રા બેન્ડની સુરાવલી સાથે શહેરના મુખ્ય માર્ગો પર આગળ વધી હતી. પોલીસના વિવિધ શાખાના જવાનો, ડિસ્ટ્રીકટ લેવલ સ્પોટર્સ સ્કૂલ (ડી.એલ.એસ.એસ.) તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓના “ભારત માતા કી જય” “વંદે માતરમ” જેવા દેશભક્તિના નારાથી સંપૂર્ણ રાજપીપલા નગર ગુંજી ઉઠ્યું હતું. તિરંગા યાત્રા દરમિયાન પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમુદાયનું પરંપરાગત નૃત્ય
વિવિધતામાં એકતાના દર્શન કરાવી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ તિરંગા યાત્રા સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે. મોદીએ જણાવ્યું કે, દેશભક્તિને શબ્દોમાં અભિવ્યક્ત કરવી મુશ્કેલ છે. દેશભક્તિ એક લાગણી છે, જેને આજે રાજપીપલાના પ્રત્યેક માનવીએ અનુભવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને સ્વીકારીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાના આશય સાથે યોજાયેલી જિલ્લાકક્ષાની ભવ્ય તિરંગા યાત્રામાં જિલ્લાવાસીઓ સ્વયંભૂ રીતે જોડાયા હતા.
ભવ્ય તિંરગા યાત્રામાં આજે નગરજનો પણ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. જ્યાં નગરનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. દેશભક્તિના નારા સાથે આગળ વધી રહેલી તિરંગા યાત્રાએ દેશની આઝાદીમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર મહાન ક્રાંતિકારીઓ, સેનાના શહીદ વીરોના બલિદાનને યાદ કર્યા હતા.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.