નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.
રાજપીપલા :નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. એ બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લાના પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવી અને દેડિયાપાડાના
ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પણ ઉપસ્થિત રહીને રજૂ કરાયેલા લોક પ્રશ્નો અને થયેલી કામગીરી તથા બાકી કામો અંગેની સંકલનના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.
માર્ગ મકાન વિભાગના રોડ રસ્તાના રીપેરિંગ-પેચવર્ક, જમીન સંપાદનની કામગીરી, ખેતીવાડી વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન ખેડૂતોના પાકને થયેલ નુકશાનના સર્વેની બાબત, શાળાના ઓરડાનું યોગ્ય ટેન્ડરિંગ કરીને મકાન બાંધકામ કરી ઓરડા તૈયાર કરવાની કામગીરી, આધાર કાર્ડ કિટ મંગાવીને અપડેશન, એકલવ્ય શાળામાં બાળકોને શાકભાજી પહોંચાડતી એજન્સી આસપાસના ચાર જિલ્લામાંથી લોકલ
રાખવી, દેડિયાપાડા હોસ્પિટલમાં એક્સ રે ટેક્નિશિયન મુકવામાં આવ્યા છે પણ હજી નિષ્ણાંત ડોક્ટરોની ભરતી અને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ સમયમર્યાદામાં કરીને લોકોને પોતાના સ્વજનનો મૃતદેહ સોંપવાની બાબત સહિત નલ સે જલ યોજનામાં કામો ગુણવત્તાવાળા કરવા પર ભાર મુકીને જનપ્રતિનિધિઓને જાણ કરવી સાથે રાખવા અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.
આરોગ્ય, શિક્ષણ સહિત વીજ કનેક્શન, પીએમ કુસુમ યોજના તેમજ બીપીએલ સર્વે કરવા તેમજ વૃદ્ધ પેન્શન યોજના અને અંત્યોદય યોજના હેઠળ અનાજ, સરકારશ્રીની યોજનાઓ સહિત બેન્કિંગ લોન સંદર્ભે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો સંદર્ભે કલેક્ટર શ્રી મોદીએ પડતર પ્રશ્નો ઝડપી ઉકેલવા અને વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી. સંકલન બેઠક બાદ નાગરિક પુરવઠા અને જમીન સંપાદન, રોડ સેફ્ટી સહિતની વિવિધ બેઠકો યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે, નાયબ વન સંરક્ષક શ્રી નિરજ કુમાર, નાયબ વન સંરક્ષક શ્રી મિતેશભાઈ પટેલ (સામાજિક વનીકરણ), પ્રાયોજના વહીવટદાર શ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી. કે. ઉંધાડ, નાયબ કલેક્ટર પ્રોટોકોલ શ્રી એન. એફ. વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે. કે. જાદવ અને જિલ્લા-તાલુકાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ સંકલન બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ગુજરાતના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીના એક કુશળ પ્રયાસને સફળતાપૂર્વક અટકાવ્યો છે.
અમરેલી જીલ્લાના રાજુલા જાફરાબાદમાં દીપડાના હુમલામાં 10 વર્ષના બાળકનું મોત નીપજવાની કરુણ ઘટના સામે આવી છે.
આણંદના પેટલાદમાં એક ચોંકાવનારી ઘટનામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાના ઘરેથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.