નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને તે માટે અધિકારીશ્રીઓને તાકિદ કરી રચનાત્મક સુચનો સાથે માર્ગદર્શન પુરૂ પાડતા જિલ્લા કલેક્ટરશ્રી તેવતિયા
નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની વિશેષ ઉપસ્થિતિ અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જનહિતના વિકાસ કામોને અગ્રતા આપી નિયમ અને નિયત સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા તથા લોકપ્રશ્નોનું ત્વરિતપણે નિરાકરણ લાવવા અંગે બેઠકમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકિદ કરી સૂચના આપી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને તે માટે બેઠકમાં સમિતિના વિવિધ પ્રશ્નોનું વિભાગોએ પરસ્પર સંકલન અને વ્યવહારુ અભિગમ અપનાવી લોકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતા. વધુમાં વિભાગીય અધિકારીશ્રીઓને સીએમ ડેશબોર્ડની કામગીરીને અગ્રીમતા દ્વારા લોકો તરફથી મળતા જનહિતના પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ કરવા પણ સૂચના આપી હતી. અને કચેરીમાં પડતર કેસોનો નિકાલ, સરકારી લેણાની વસુલાત, ખાનગી અહેવાલ, કર્મચારીના સિનિયોરિટી લિસ્ટ, પેન્શન કેસ તથા કર્મચારીને કાયમી કરવાની દરખાસ્ત જેવી બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
સંકલન સમિતિની બેઠક બાદ કાયદો વ્યવસ્થા અને રોડ સેફ્ટી અંગેની પણ સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેમાં હથિયાર પરવાના અંગેના પેન્ડીંગ તથા રિન્યુઅલ કેસો, કોર્ટ કેસો, અશાંત ધારો, પાસાના કેસો તેમજ નગર પાલિકા વિસ્તારમાં ભારદારી વાહનોના પ્રવેશ નિશેધ, શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પશુ નિયંત્ર કરી વાહન ચાલકોને થતી અડચણો દૂર કરવા સહિત ટ્રાફિક નિયમન બાબતે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. સાથો સાથ જિલ્લા પરથી પસાર થતા નેશનલ હાઈવે-સ્ટેટ હાઈવે પર ભયજન વૃક્ષોનું યોગ્ય ટ્રિમિંગ, રોડ ડાયવર્ઝન સહિતની બાબતોને ધ્યાને લઈ અકસ્માત સમયે ત્વરિત રિસ્પોન્શ આપવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષકશ્રી નીરજકુમાર અને શ્રી મિતેશ પટેલ, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, પ્રાંત અધિકારી સર્વશ્રી શૈલેશ ગોકલાણી અને સુશ્રી જીજ્ઞા દલાલ, નાયબ પોલીસ અધિક્ષક સર્વશ્રી જી.એ.સરવૈયા અને સુશ્રી વાણી દૂધાત, એઆરટીઓ શ્રીમતી નિમિષા પંચાલ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યાં હતા.
સામાન્ય ઠંડીની શરૂઆત થયા વિના નવેમ્બરનો અડધો સમય પસાર થઈ ગયો હોવા છતાં ગુજરાતમાં હવામાનની પેટર્નમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે
કોંગ્રેસના ગનીબેન ઠાકોરના રાજીનામાને પગલે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે, જેના કારણે આ બેઠક ખાલી પડી હતી.
તબીબી બેદરકારીના આક્ષેપ બાદ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલને પુરાવા અને સારવારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે