નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા સ્વાગતમાં કુલ ૦૬ અરજદારોની અરજીઓનો કરાયો હકારાત્મક નિકાલ,અરજદારોના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા સંલગ્ન વિભાગના અધિકારીઓને તાકિદ કરી રચનાત્મક સૂચનો કરતા કલેક્ટર શ્વેતા તેવતિયા
નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં દર મહિને યોજાતો સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને આજે તા.૨૨મી જૂન, ૨૦૨૩ને ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો. ૦૬ જેટલા અરજદારોએ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને નિકાલની સુનાવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય જુઆતમાં જિલ્લાના નાગરિકો દ્વારા મુખ્યત્વે જમીન માપણી, અનઅધિકૃત બાંધકામ અને દબાણ દૂર કરવા, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના સરળતતાથી લાભ મેળવવા સહિતના પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ અરજદારોની ફરિયાદો અને રજૂઆતોને શાંતિથી સાંભળી હતી અને તેમના પ્રશ્નોનોનો ઝડપી નિકાલ આવે તે અંગે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સ્થળ પર તાકિત કરી જરૂરી સૂચનાઓ આપી હતી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સુંબે, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધી, રાજપીપલા નગર પાલિકાના ચીફ ઓફિસરશ્રી રાહુલ ઢોડિયા, સહિત સંબંધિત મામલતદારશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને જિલ્લાના અરજદારશ્રીઓ આ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.
"રાજકોટમાં 15 વર્ષથી નકલી ડોક્ટર હરેશ મારૂએ બોગસ પ્રેક્ટિસ કરી લોકોના જીવ સાથે રમત રમી. એસઓજી પોલીસની ધરપકડથી ખળભળાટ. વાંચો સંપૂર્ણ ઘટનાની વિગતો."
"ગુજરાતના જૂનાગઢમાં નકલી નોટ છાપનાર ત્રણ શખ્સો પોલીસના હાથે ઝડપાયા. રાજકોટની આંગડિયા પેઢીમાંથી 12 નકલી નોટો મળી, જેની તપાસમાં પ્રિન્ટિંગ મશીન અને કાગળ બરામદ થયા. જાણો આ ગુનાની સંપૂર્ણ વિગતો."
"અમદાવાદની VS હોસ્પિટલમાં ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલનો મોટો કૌભાંડ સામે આવ્યો છે. કરોડો રૂપિયાની ગેરરીતિ, એક ડોક્ટર સસ્પેન્ડ અને 8 કોન્ટ્રાક્ટ ડોક્ટરો બરખાસ્ત. જાણો ક્લિનિકલ ટ્રાયલના નિયમો અને આ ઘટનાની સંપૂર્ણ વિગતો."