નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
જનહિતના વિકાસ કામોને અગ્રતા આપી નિયત સમયમાં કામો પૂર્ણ કરવા, તથા લોકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં નિવારણ લાવવા પ્રજા પ્રતિનિધિઓએ અનુરોધ કર્યો
નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.એ.ગાંધીના અધ્યક્ષ સ્થાને, અને ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય સર્વશ્રી ડો. દર્શનાબેન દેશમુખ, તથા ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જનહિતના વિકાસ કામોને અગ્રતા આપી નિયત સમયમાં કામો પૂર્ણ કરવા, તથા લોકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં નિવારણ લાવવા પ્રજા પ્રતિનિધિઓએ અનુરોધ કર્યો હતો.
બેઠકમાં વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને ભરૂચના સાંસદ અને ધારાસભ્યશ્રીઓ દ્વારા, બેઠકમાં રજૂ કરવામાં આવેલા ઉકાઈ સિંચાઇ યોજનાના પીવાના પાણીની સુવિધા, દેડીયાપાડા તાલુકાની સરકારી હાઇસ્કૂલ, સુજલામ સુફ્લામ યોજના, દેડીયાપાડા સરકારી દવાખાનુ, મનરેગા યોજના, સાગબારા તાલુકાના પટલામોહ થી બોરદા સુધીના રસ્તાની કામગીરી, સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્સ હેઠળ આંગણવાડીની અપગ્રેડેશન માટેની કામગીરી, બેંક ઓફ બરોડાની લોન, દ.ગુ.વિ.કં.લી. દ્વારા ખેતીવાડી કનેક્શન, પ્રધાનમંત્રી આવાસ, દેડીયાપાડા તાલુકા કક્ષાની લાયબ્રેરી, સેલંબા બજાર વિસ્તારમાં કાયમી ટ્રાફિક નિવારણ સહિતના રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના પરસ્પર સંકલન, અને વ્યવહારુ અભિગમ અપનાવી લોકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા કેટલાક રચનાત્મક સૂચનો પણ કરાયા હતા.
બેઠકમાં જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની સમીક્ષા કર્યા બાદ ઉપસ્થિત સંબંધિત અધિકારીશ્રીઓએ કરેલી કાર્યવાહી અંગે ઉત્તરો આપ્યા હતા. કામગીરી અંગે સમીક્ષા કરતા જિલ્લાના વિવિધ વિભાગ સાથે સંકલનમાં રહીને જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને તે માટે નિવાસી અધિક કલેકટરે કેટલાક રચનાત્મક સૂચનો કરીને અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જિલ્લાના વિભાગીય અધિકારોનેઓને સીએમ ડેશબોર્ડ દ્વારા મળતા જનહિતના પ્રશ્નો અંગે સમયમર્યાદામાં ખુલાસો આપી નિકાલ કરવા જણાવ્યુ હતું. આ બેઠકમાં પ્રાયોજના વહિવટદાર શ્રી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.કે.જાદવ, સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ વિગેરે હાજર રહ્યા હતા.
સંકલનની બેઠક બાદ નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.એ.ગાંધી દ્વારા કાયદો અને વ્યવસ્થા તથા સ્થાનિક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી અંગેની બેઠક પણ આયોજિત કરવામાં આવી હતી. જેમાં સબંધિત અધિકારીઓએ ઉપસ્થિત રહીને ચર્ચામાં ભાગ લીધો હતો.
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.