કુશળ યુવા ખેલાડીઓને શ્રેષ્ઠ અવસરો પ્રદાન કરતું નર્મદા ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલ
વર્ષ ૨૦૧૦ માં પ્રારંભાયેલા ખેલ મહાકુંભના કારણે રાજ્યભરમાં સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન મળ્યું છે. તેમાં નર્મદા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે નર્મદા જિલ્લા સહિત રાજ્યભરમાં ખેલકૂદ માટેનું વાતાવરણ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતની જરૂરી સુવિધાઓ પુરી પાડીને રમતવીરો માટે શ્રેષ્ઠ મંચ પુરુ પાડ્યું છે.
રાજપીપલા : વર્ષ ૨૦૧૦ માં પ્રારંભાયેલા ખેલ મહાકુંભના કારણે રાજ્યભરમાં સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન મળ્યું છે. તેમાં નર્મદા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે નર્મદા જિલ્લા સહિત રાજ્યભરમાં ખેલકૂદ માટેનું વાતાવરણ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતની જરૂરી સુવિધાઓ પુરી પાડીને રમતવીરો માટે શ્રેષ્ઠ મંચ પુરુ પાડ્યું છે. નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે. મોદીના માર્ગદર્શન સહિત સંબંધિત વિભાગ પણ જિલ્લાના રમતવીરો અને સ્પોર્ટ્સને ખુબ પ્રેત્સાહન પુરુ પાડી રહ્યાં છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત કાર્યરત નર્મદા જિલ્લાની ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલની વાત કરીએ તો અહીં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે ખેલ પ્રશિક્ષણના બેવડા ધ્યેયને ચરિતાર્થ કરવા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ તૈયાર કરવાનું આ એક શ્રેષ્ઠ માધ્યમ છે. જ્યાં પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની ખેલ પ્રતિભાથી સૌને પ્રભાવિત કરી રહ્યાં છે. જે નર્મદા જિલ્લા માટે ગૌરવની બાબત છે.
શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ (ડી.એલ.એસ.એસ.) માં ધો. ૧૨ માં અભ્યાસ કરતી દીકરી દિયાકુમાર ચૌધરીએ ૨૦૧૭માં ખેલમહાકુંભમાં ભાગ લીધો હતો. રમતમાં રૂચિ અને સારા દેખાવ બાદ તે ડીએલએસએસનો હિસ્સો બની હતી. નોંધનીય છે કે, દિયાએ આગામી આવનાર સ્પર્ધામાં મેડલ હાંસલ કરે તે માટે કોચ-ટ્રેનર્સ દ્વારા વિશેષ તાલીમ લઇને પર્ફોમન્સને ઇમ્પ્રુવ કરવા માટે કામ કરી રહ્યાં છે. દિયાને ડીએલએસએસમાં પ્રવેશ મળ્યે સાથે પોષણક્ષણ આહાર, ન્યુટ્રિશન, શિક્ષણ, સ્કૂલ ગણવેશ, સ્પોર્ટ્સ કીટ, સ્ટાઈપેન્ડ, ટુર્નામેન્ટ એક્સપોઝર સહિતના ઘણા લાભો આપવામાં આવી રહ્યાં છે.
આ પ્રસંગે ગુજરાતના જીમ્નાસ્ટિક હેડ કોચ શ્રી સુમિત ખારપાસે (SAG) જણાવ્યું કે, વર્ષ ૨૦૧૮ થી શ્રી અંબુભાઈ પુરાણી સ્કુલમાં ડી.એલ.એસ.એસ. સ્કીમ શરૂ થઈ હતી. જેમાં હાલ જીમ્નાસ્ટિક, હેન્ડબોલ અને વોલીબોલ જેવી રમતોને વિશેષ સમાવેશ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. વિદેશ મંત્રીશ્રી ડો. જયશંકરના અનુદાનમાંથી રૂ. ૨.૪૦ કરોડના ખર્ચે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના હોલમાં ખેલકૂદ માટેનું અધ્યતન જીમ્નાસ્ટિક હોલ તૈયાર થયો છે. જેથી જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓને ખેલ ક્ષેત્રે આગળ વધવાના સુનહરા અવસર પ્રાપ્ત થશે અને પ્રધાનમંત્રીશ્રીના ફિટ ઇન્ડીયા કાર્યક્રમને પણ વેગ મળશે અને ઉજ્જવળ દેખાવ કરીને નર્મદા જિલ્લાનો નામ ઉજાગર કરશે.
ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2024 માટે પ્રતિષ્ઠિત સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મંગળવારે આ એવોર્ડની જાહેરાત કરી હતી
બોલીવુડ અભિનેતા સાકિબ સલીમને સેલિબ્રિટી ક્રિકેટ લીગ (CCL) ની આગામી સીઝન માટે મુંબઈ હીરોઝ ફ્રેન્ચાઇઝના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઋષભ પંતને IPL 2025 માટે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગયા સીઝન સુધી, તેઓ કેએલ રાહુલના નેતૃત્વમાં હતા, પરંતુ કેએલ આગામી સીઝનમાં દિલ્હીની ટીમ તરફથી રમશે.