રાજપીપળા એપીએમસી કાર્યાલય ખાતે નર્મદા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની બેઠક મળી
નર્મદા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની રાજપીપળા એપીએમસી કાર્યાલય માં મુખ્ય હોદ્દેદારોની બેઠક મળી.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની રાજપીપળા એપીએમસી કાર્યાલય માં મુખ્ય હોદ્દેદારોની બેઠક મળી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાના માર્ગદર્શન મુજબ નર્મદા જિલ્લા પ્રભારી વિનોદભાઈ સોલંકી, રાજપીપલા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ ઉપપ્રમુખ ગીરીરાજસિંહ ખેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રેયસભાઈ પરમાર મહામંત્રી અમિતભાઈ સોલંકી ઉપપ્રમુખ ચિરાગભાઈ સોલંકી સિનિયર કાર્યકર્તા કમલેશભાઈ પટેલ સોશિયલ મીડિયા અને મીડિયાના ઇન્ચાર્જઓ અને કાર્યકર્તાઓ સાથે રાજપીપળા ખાતે આગામી કાર્યક્રમો માટે અને પરિચય માટે એક બેઠક મળી જેમાં પ્રભારી વિનોદભાઈ સોલંકી એ જણાવ્યું કે તારીખ 17 સપ્ટેમ્બર વડાપ્રધાન મોદીજી નાં જન્મદિવસ થી આગામી કાર્યક્રમો લોકસભા સુધી જે કંઇ 19 કાર્યક્રમ કરવાના છે તે સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી અને બાબાસાહેબની સંકલ્પ ભૂમિ વડોદરાથી મધ્યપ્રદેશ બાબાસાહેબના જન્મ સ્થળ મહુ ખાતે 1000 બાઇકો સાથે જવાનું હોય તેનું આગોતરું આયોજન કરવા સંદર્ભે કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી નર્મદા જિલ્લાના અધ્યક્ષ શ્રેયસભાઈ પરમાર એ સૌના પરિચય સાથે આગામી કાર્યક્રમો અમે દિલથી અને ખંતપૂર્વક નિભાવીશું તેમ જણાવ્યું અને અમિતભાઈ સોલંકી એ આભાર વિધિ કરી હતી.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના ગીરનારમાં આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ આગેવાની અંગે મહત્વનો વિવાદ ઉભો થયો છે.