દિવ્યાંગ મતદારો માટે ખાસ SAKSHAM એપ્લિકેશન સહિત વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવતું નર્મદા ચૂંટણી તંત્ર
નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સુદ્રઢ પ્રયાસો આદર્યા છે.
રાજપીપલા : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત નર્મદા જિલ્લા ચૂંટણી
અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સુદ્રઢ પ્રયાસો આદર્યા છે. જિલ્લાના દિવ્યાંગ, ૮૫ વર્ષથી વધુ વયના, ૧૮-૧૯ અને ૨૦-૨૯ વર્ષની વયજૂથના તેમજ સર્વિસ સાથે સંકળાયેલા મતદારો પોતાના અમૂલ્ય મતાધિકારનો અસરકારક ઉપયોગ કરીને લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવે તે માટે નર્મદા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. આ વખતે પ્રથમ વખત મતદાન કરતા નવયુવા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા પણ ખાસ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે.
નાંદોદ અને દેડિયાપાડા મતવિસ્તારમાં ૧૮૫૩ અને ૧૫૭૫ મળીને કુલ નર્મદા જિલ્લામાં કુલ ૩૪૨૮ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. દિવ્યાંગ મતદારો મતદાન મથકે સ્વયંસેવકોની સુવિધા સહિત SAKSHAM APPના માધ્યમથી એડવાન્સમાં વ્હીલચેરની જરૂરિયાત પણ રજિસ્ટર કરાવી શકશે. ૮૫ થી વધુ વયના મતદારોમાં નાંદોદ અને દેડિયાપાડા મતવિસ્તારમાં ૧૭૧૨ અને ૧૩૭૦ મળીને કુલ ૩૦૮૨ મતદારો છે. ઉપરાંત, ૧૮-૧૯ વર્ષના નવા મતદારોની સંખ્યા નાંદોદ અને દેડિયાપાડા મતવિસ્તારમાં ૬૮૪૦ અને ૭૮૫૧ મળીને કુલ ૧૪૬૯૧ છે. વધુમાં ૨૦-૨૯ વર્ષના યુવાનોની સંખ્યા નાંદોદમાં ૫૦૬૫૦ અને દેડિયાપાડામાં ૮૯૩૫૪ એમ મળીને કુલ ૧૧૦૦૦૪ છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ ધારકો પર બિનજરૂરી હાર્ટ સર્જરીના ચોંકાવનારા ઘટસ્ફોટ પછી, ગુજરાત સરકારે આકરા પગલાં લીધા છે,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીમાં ધો. 10 અને 12ની પરીક્ષા છે. પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ધો. 10 અને 12ની પરીક્ષા ફેબ્રુઆરીમાં શરૂ થશે. મુખ્ય જાહેર પરીક્ષાઓ માટે પરીક્ષાના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે.
વાહનોની વધતી સંખ્યાને કારણે ગુજરાતમાં વધતા ટ્રાફિકને નિવારવા માટે રાજ્ય સરકાર નોંધપાત્ર માળખાકીય વિકાસ હાથ ધરી રહી છે.