નર્મદા ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર સાગર પંડ્યા ને રૂ.૫0000ની લાંચના ગુનામાં એક વર્ષની સજા
રોયલ્ટી ઇન્સ્પેકટર સાથે તેના બે મળતીયાઓ નેપણ કોર્ટે એક વર્ષ અને બે વર્ષની સજાનો હુકમ કર્યો .
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા પાસે બનેલી ઘટનાની હકીકત મુજબ ફરીયાદી કિશોરભાઇ વલ્લભભાઇ વણપરીયાની બે ટ્રકો ઓરસંગ નદીમાંથી રેતી ભરી બોડેલીથી રાજપીપળા ઝઘડીયા થઇ સુરત ખાતે જતી આવતી હોય જેમાં તા.૨૫/૨/૨૦૧૪ ના રોજ તેમની બંને ટ્રકો રેતી ભરી રાજપીપલાથી નિકળી ત્યારે રાજપીપલાનાં કાલાઘોડા પાસે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર સાગર પંડયા એ ઓવર લોડને કારણે આ ટ્રક રોકી હતી.
ટ્રક ખાણ ખનીજ ખાતાની ઓફિસ બહાર પાર્ક કરાવેલી અને ફરીયાદીને ડ્રાઇવર મારફતે આ વાતની જાણ થતાં ફરીયાદી ત્યાં આવેલા અને રોયલ્ટી ઇન્સ્પેકટર સાગર પંડયાને મળી વાતચીત કરતાં તેઓએ ટ્રકનો દંડ ભર્યા વિના ટ્રક છોડાવવી હોય તો રૂ.૫૦,૦૦૦/- આપવા પડશે તેમ જણાવતા પરંતુ ફરીયાદી લાંચની રકમ રૂ.૫૦,૦૦૦/- સાગર પંડયાને આપવા માંગતા ન હોય જેથી તેઓ એ પો.ઇન્સ. પી.એચ.ભેંસાણીયા નર્મદા એ.સી.બી. પો.સ્ટે. રાજપીપલાને રૂબરૂ મળી પોતાની ફરીયાદ કરતા, ફરીયાદનાં આધારે પીઆઈ ભેંસાણીયાએ તા.૨૭/૨/ ૨૦૧૪ ના દિવસે લાંચના છટકું ગોઠવ્યું હતું જેમાં (૧) સાગર જીતેન્દ્રભાઈ પડયા, રહે ૪-કામધેનું સોસાયટી, નિઝામપુરા, વડોદરા, મૂળ.વતન ગામ ઝરીયાણા તા. જી. ડુંગરપુરા રાજસ્થાન,(૨)પ્રિતમ નગીનભાઈ પરમાર રહે. રોહિતવાસ, હાઉસિંગ બોર્ડની પાછળ, રાજપીપળા તથા (૩)ચિરાગ લક્ષ્મણભાઈ વણકર રહે.રોહિતવાસ હાઉસિંગ બોર્ડની પાછળ રાજપીપળા નાઓ સપડાતા તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આ કેસ નર્મદા જીલ્લાના પ્રિન્સી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ નાઓની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી તરફે જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે.ગોહિલનાઓની ધારદાર દલીલો અને પુરાવાઓ ને ધ્યાને લઈ કોર્ટે રોયલ્ટી ઇન્સ્પેકટર સાગર પંડયાને એક વર્ષની સાદી કેદની સજા અને રૂ.૫,૦૦૦/- નો દંડ તેમજ પ્રિતમ પરમાર ને બે વર્ષની સાદી કેદની સજા અને રૂ.૫,૦૦૦-નો દંડ તથા ચિરાગ વણકર ને એક વર્ષની સાદી કેદની સજા અને રૂ.૫,૦૦૦/- નો દંડની સજાનો હુકમ કર્યો છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.