નર્મદા પોલીસ NDRF તથા SDRF ટીમે પૂરના પાણીમાં ફસાયેલાં લોકોનું રેસક્યું કરી સલામત સ્થળે ખસેડ્યા
પોલીસ સ્ટાફ સાથે, NDRF તથા SDRF ટીમ દ્વારા અસરગ્રસ્ત ગામડા ઓમાં પહોંચી નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી હતી જેમાં રાજપીપળા સહિત, માંગરોલ, તરસાલ, ગુવાર, હઝરપૂરા, તથા રૂંઢ ગામમાંથી કુલ 160 જેવા લોકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : 16 સપ્ટેમ્બર ની સાંજથી નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા કાંઠે વસેલા ગામોની માઠી દશાની શરૂઆત થઈ હતી. ચારે બાજુ પાણી ફરી વળ્યા ખેતરો અને મકાનો માં 15 ફૂટ જેટલા પાણી હતા એક તરફ વરસાદ વરસી રહ્યો હતો બીજી તરફ પૂરનું પાણી માનવ વસાહતમાં ઘૂસી ગયું હતું, જેથી પોલીસ સ્ટાફ સાથે, NDRF તથા SDRF ટીમ દ્વારા અસરગ્રસ્ત ગામડા ઓમાં પહોંચી નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી હતી જેમાં રાજપીપળા સહિત, માંગરોલ, તરસાલ, ગુવાર, હઝરપૂરા, તથા રૂંઢ ગામમાંથી કુલ 160 જેવા લોકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
માંગરોલ નવી વસાહત, અને ડેરી ફળિયામાં 50 તેમજ રામાનંદ આશ્રમ, અને સીતારામ આશ્રમમાં 45 થી 55 તથા માંગરોલ ગામમાં આવેલ વાયબ્રન્ટ સ્કૂલ તેમજ બી.એડ.કોલેજમાં 30 જેટલા વિદ્યાર્થી અને શિક્ષકો, તથા તરસાલ અને ગુવાર ગામમાં 38 જેટલા માણસો પુરના પાણીમાં ફસાઈ ગયા હતા, જેથી નર્મદા પોલીસ NDRF તેમજ SDRF ની ટીમે રેસક્યુ હાથ ધરી પૂરમાં ફસાયેલા તમામ લોકોને બોટમાં બેસાડી સુરક્ષિત ઠેકાણે પહોંચાડ્યા હતા.
જ્યારે રાજપીપળા કરજણ નદીના કિનારે આવેલ જુનાકોટ વિસ્તારમાંથી 9 અને હજરપુરા ગામમાંથી 35 થી 40 જેટલા પરિવારના લોકો તેમજ રુંઢ જલારામ આશ્રમમાં 9 જેટલા માણસો પુરના પાણીમાં ફસાઈ જતા તેમને પણ નર્મદા પોલીસ અને NDRF તેમજ SDRF દ્વારા રેસક્યું કરી સલામત રીતે બચાવી લઈ બીજા સ્થળે ખસેડવામાં આવ્યાં હતા.
આ રેસ્ક્યુ કામગીરી નર્મદા પોલીસ વડા પ્રશાંત સુંબેની હાજરીમાં NDRF અને SDRF ટીમના જવાનો સાથે ડીવાયએસપીબી જી.એ.સરવૈયા રાજપીપળા ટાઉન પી.આઈ. આર.જી. ચૌધરી પો.કો. નરેન્દ્રભાઈ પટેલ પો.કો વિનોદભાઈ ચૌધરી, પો.કો.વિશાલભાઈ વસાવા પો.કો. વનરાજસિંહ પો.કો. વિક્રમભાઈ દેસાઈએ સહિત નાં પોલીસ સ્ટાફે કરી માનવતા નાં દર્શન કરાવ્યા હતા.
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં તાજેતરમાં બે દર્દીઓના મોતના કારણે ભારે વિવાદ સર્જાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બે દર્દીઓનું મૃત્યુ એન્જીયોગ્રાફી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ બાદ થયું હતું,